સોમનાથ મહાદેવ સમક્ષ મેઘરાજા હેત વરસાવે તેવી પ્રાર્થના કરી
વેરાવળ જથ્થાબંધ અનાજ કિરાણા વેપારી એસોસિયેશન મંડળ દ્વારા વેરાવળ થીં સોમનાથ સુધી ની પદયાત્રા યોજેલ જેમાં રામધુન બોલતા સોમનાથ મંદિરે પહોંચેલ જયાં વરૂણ દેવ મનમુકીને વરસે તે માટે મહાદેવને પ્રાર્થના કરેલ હતી. આ યાત્રામાં જોડાયેલા વેપારીઓનું રસ્તામાં સ્વાગત કરવામાં આવેલ હતું.
ગીર સોમનાથ જીલ્લાના તાલુકામાં સાર્વત્રીક વરસાદ હોય પરંતુ વેરાવળ-સોમનાથ વિસ્તારમાં વરસાદ ઓછો હોય ત્યારે મેઘરાજા મન મુકીને વરસે તે માટે વેરાવળ થી સોમનાથ સુધી વેપારીઓ દ્વારા પદયાત્રા યોજેલ હતી જેમાં વેપારી અગ્રણી અશોકભાઇ ગદા, ચંદ્રકાંતભાઇ લાખાણી, મીતુલભાઇ ચંદ્રાણી, નરેશભાઇ મોહનાણી સહીતના વેપારીઓ જોડાયેલ હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળ થીં સોમનાથ સુધીની પદયાત્રા આજે બપોરે વખારીયા બજારમાં આવેલ શ્રી સુરજ કુંડ ખાતેથી પ્રસ્થાન થયેલ જે ડી.જે. નાં સથવારે, રામ ધૂન ગાતા ભીડીયા થઇ સોમનાથ પહોંચેલ જયાં સર્વે વેપારી મિત્રો તેમજ પદયાત્રીઓએ વરૂણદેવ મનમુકીને વરસે તે માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરેલ હતી.