આ બોર્ડ લાકડું, માર્બલ, રેઝિન જેવા મટીરીયલ તેમજ વિવિધ આકારમાં મળે છે.
ગુજરાતીઓ પોતાના વર્ઝન મુજબ દહીં પુરી, ચાટ પૂરી, મેક્સિકન ટાકોસ અને નાચોસ અને ડીપ થી બનાવેલું તેમજ વિવિધ જાતના ડીપ્સ અને બિસ્કિટ, ક્રેકર્સ થી બનાવે છે.
આજકાલ સોશિયલ મીડિયા પર એક શબ્દ બહુ પ્રચલિત છે એ છે ગ્રેઝીંગ બોર્ડ અથવા તો સારકૃતિ બોર્ડ.સામાન્યત: એ વિવિધ જાત ના ચીસે, ફળ, વિવિધ ડ્રાયફ્રુટ, વિવિધ સીડ્સ, સલાડ, ભાત ભાત ના ડીપ્સ વગેરે ને લાકડાના બોર્ડ કે પ્લેટ પર આકર્ષક રીતે ગોઠવી ને તૈયાર થાય છે.
આ ગ્રેઝીંગ બોર્ડનો કન્સેપ્ટ ૨૦૧૦ આસપાસ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પ્રચલિત થયો અને ૨૦૨૦ થી એકદમ છવાઈ ગયો છે.
હવે તો આપણા ચટપટા સ્વાદના શોખીન ગુજરાતીઓ એ પોતાનું નવું વર્ઝન ઉમેરી દીધું છે, જેમ કે દહીં પુરી, ચાટ પૂરી, મેક્સિકન ટાકોસ અને નાચોસ અને ડીપ થી બનાવેલું મેક્સિકન બોર્ડ, તદુપરાંત વિવિધ જાતના ડીપ્સ અને બિસ્કિટ, ક્રેકર્સ થી બનાવેલા બોર્ડ્સ ડાઇનિંગ ટેબલ માં સ્વાદ અને શોભા વધારી દે છે, સૌ કોઈ પોતાની રીતે તૈયાર કરીને મહેમાનો નું દિલ જીતી શકે છે.
આ ટ્રેન્ડનું પાર્ટીઓમાં, નાના નાના ફંકશન માં, બર્થડે પાર્ટીમાં વગેરે જગ્યા એ વધુ ચલણ છે, કારણ કે તમે આની તૈયારી આગલા દિવસે કરી શકો છો અને કોઇ વસ્તુ ગરમ સર્વ કરવાની નથી હોતી એટલે દરેક નિરાંતે એક બીજા ને હળતા મળતાં સરસ રીતે માણી શકે છે, યજમાનને ખુબ નિરાંત રહે છે.જ્યારે કોઇ નાનો પ્રસંગ હોય કે કિટ્ટી પાર્ટી હોય ત્યારે ચાર પાંચ અલગ અલગ પ્રકારના બોર્ડસ તૈયાર કરી લેવા થી ઘણી સરળતા રહે છે અને સારું પણ લાગે છે.
આમ કરવા થી મહેમાનો ને પણ એક અલગ અનુભવ કરાવી શકાય છે અને ગૃહિણી પણ ફ્રી રહી શકે છે.
જ્યારે આની તૈયારી કરો અને સાથે જો કંઈ ગરમ વસ્તુ પીરસવાના હો તો એક વ્યક્તિ દીઠ ૧૦૦ ગ્રામ કે ૧૨૫ ગ્રામ જેટલું માપ રાખી શકો અને માત્ર આ બોર્ડ્સ જ હોય તો ૨૫૦ થી ૩૦૦ ગ્રામનું માપ રાખવુ.હવે તો ખાલી મેટ્રો શહેર માં જ નહીં પણ નાના શહેરો માં પણ વિવિધ ચીઝ ઉપલબ્ધ થવા માંડ્યા છે તો એને આકર્ષક રીતે સજાવી ને સાથે વિવિધ ફળ, ડ્રાયફ્રુટ, વિવિધ ચિપ્સ, ડીપ્સ, ક્રૅકર્સ, હમસ, વગેરે થી ગ્રેસફુલ ગ્રેઝીંગ બોર્ડ તૈયાર કરી શકશો.
આ બોર્ડ વિવિધ આકાર તેમજ મટિરિયલ માં મળે છે જેવા કે લાકડું, માર્બલ, રેઝિન, વગેરે. અને મિજબાની આપવાના શોખીનો તો આવા બોર્ડ સ્પેશિયલી ઓર્ડર કરી બનાવડાવે છે, તો ચાલો આ વીકએન્ડ પર સરસ મજાની મિજબાનીનું આયોજન અત્યાર થી જ કરી લઈએ અને ગ્રેસિંગ બોર્ડ દ્વારા એક યાદગાર અનુભવ મેળવીએ.