રઘુવંશી ફ્રેન્ડસ લેડીઝ એન્ડ ચિલ્ડ્રન ક્લબ દ્વારા બાળકોના સન્માન સાથે હેલ્થ ચેક અપ અને વેશભૂષાનો કાર્યક્રમ યોજાયો
રઘુવંશી ફ્રેન્ડ્સ લેડીસ એન્ડ ચિલ્ડ્રન ક્લબ દ્વારા પ્રેસિડન્ટ જાગૃતિ ખીમાણી દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા પ્રતિભા સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.ત્રિવેણી સંગમરૂપ આ કાર્યક્રમમાં બાળકોને શિલ્ડ અને ગિફ્ટ આપીને સન્માનિત કરાયા સાથે હેલ્થ માટે ડાયાબિટીસ ચેકઅપ બ્લડપ્રેશર ચેકઅપ ઉપરાંત બાળકો માટે ધાર્મિક વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડૉ .દર્શિતાબેન શાહ દંડક મનીષભાઈ રાડિયા રાજકોટ શહેર મહિલા પ્રમુખ કિરણબેન માકડીયા રઘુવંશી અગ્રણી વીણાબેન પાંધી , રીટાબેન કુંડલીયા રઘુવંશી સહિયર ગ્રુપના પ્રેસિડેન્ટ મીનાબેન જસાણી, જસુમતીબેન વસાણી લેડીસ ક્લબ પ્રેસિડેન્ટ,રોનક બેન પારેખ, બિંદીયાબેન અમલાણી,રઘુવંશી તરંગ ગ્રુપ પ્રેસીડેન્ટ બીનાબેન રઘુવંશી માનસીબેન શિંગાળા રાજકોટ શહેર ના મંત્રી ઇલાબેન પડીયા વોર્ડ નં -1પ્રભારી ડાંગર શહેર મહિલા મંત્રી સેજલબેન ચૌધરી ,વોર્ડ નંબર એકની સંગઠનની બહેનો ,વોર્ડ નંબર 10 મહામંત્રી મેહુલભાઈ નથવાણી મા ફાઉન્ડેશનના નયનાબેન ગોહિલ, સુરેશભાઈ ચૌહાણ ,કરણી સેનાના અધ્યક્ષ ને ગૌ રક્ષક આશાબા વાઘેલા,નેહાબેન રાજ હસમુખભાઈ સેજપાલ માધાભાઈ સખિયા આનંદસિંહ માનવસેવા વડીલોનું ઘર મુકેશભાઈ મેરજા, આશાબેન ભટ્ટી ,જેડી ઉપાધ્યાય, ધારાબેન વૈષ્ણવ ,રાજસમઢીયાના પરસોતમભાઈ પટેલ, જલારામ ઝૂંપડી ઉષાબેન ત્રિવેદી ,કિરણભાઈ બાટવીયા ,લક્ષ્મીબેન મિશ્રા ,વૈશાલીબેન આશર, દીપેનભાઈ રાજાણી, હેમાલી રાજાણી સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.આ તકે જાગૃતિબેન ખીમાણી એનામી અનામી ઉપસ્થિત દરેક મહેમાનો નો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ માટે દાતાઓએ સહયોગ આપ્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાની બહેનોએ જહેમત ઉઠાવી હતી.