તા.17 અને 18 ઓગષ્ટ થી લોકલ ટુ વોકલ સાથે ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરી બહેનો કાયમી ધોરણે વેચાણ કરી શકે તે માટેની ઉજવળ તક
રક્ષાબંધન જન્માષ્ટમી નવરાત્રી દિવાળી ને લગતી તમામ યુનિક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ બનશે સખી સુપર મોલમાં
રોજબરોજના જીવનમાં પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા અનેક મહિલાઓ ગૃહ ઉદ્યોગો કરતી હોય છે આવા ગૃહઉદ્યોગની બનાવટ લોકો સુધી પહોંચે અને બહેનો માટે વેચાણ સરળ બને તે માટે રાજકોટના બહેનો માટે સખી સુપર મોલ અને સ્કિલ સેન્ટર નો પ્રારંભ થવા જઈ રહ્યો છે.રાજકોટના હાર્દ સમા કાલાવડ રોડ અમીન માર્ગ ખાતે તા.17 અને 18 ઓગસ્ટ થી રાજકોટની જનતા માટે લોકલ ટુ વોકલ સાથે ગૃહ ઉદ્યોગો ને પ્રોત્સાહિત કરી બહેનોને કાયમી ધોરણે વેચાણ કરી શકે તે માટે ટોકન ચાર્જથી ઉદ્યોગ વિકસાવવાની ઉજવળ તક મળશે. સ્કીલ સેન્ટર ગ્રુપના સભ્ય બહેનો માટે ફ્રી રહેશે આ સ્કિલ સેન્ટર અને સખી સુપર મોલનો તારીખ 17 અને 18 ઓગસ્ટ થી પ્રારંભ થશે જેની સફળતા માટે આશરે 150 બહેનોની ટીમ જહેમત ઉઠાવી રહી છે. જ્યાં રક્ષાબંધન જન્માષ્ટમી નવરાત્રી દિવાળી ને લગતી તમામ યુનિક પ્રોડક્ટ્સ નો ખજાનો મળશે. સખી સુપર મોલ શરૂઆતના તબક્કામાં દર શનિ રવિ રહેશે જેમાં બહેનોએ અગાઉથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે
વી કેન ગ્રુપ આ સખી સુપર મોલમાં ઘરેથી કંઈ પણ નાનો મોટો વ્યવસાય કરી રહ્યા છે જેમને ભવિષ્યમાં કંઈક કરવાની ઈચ્છા છે આવા બહેનોને પ્લેટફોર્મ પૂરું પાડશે. આ સાથે મહત્વની એક બાબત એ પણ છે કે જે બહેનો મૂડી રોકાણ નથી કરી શકતા નાના મોટા વ્યવસાય માટે અથવા તો જે બહેનોને કંઈ પણ શીખવું છે તો આવા બહેનોને પણ સંસ્થા દ્વારા તાલીમ અને વગર મૂડી રોકાણે વ્યવસાયની તક આપવામાં આવશે. આ પ્રોજેક્ટની માહિતી આપવા અગ્ર ગુજરાતની મુલાકાતે આવેલા વિકેન ગ્રુપના ફાઉન્ડર અને ટ્રસ્ટી ડો. પીનાબેન કોટક તેમજ ટ્રસ્ટી હીનાબેન રાવલ,નિશાબેન રાણપરા કિંજલબેન ડોલે, નેહાબેન રાચ્છ ,રચનાબેન રૂપારેલ અરુણાબેન આડેસરા વગેરે એ માહિતી આપી હતી વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે ડો.પીનાબેન કોટક 743392 7606 અને હીનાબેન રાવલ 84602 10531નો સંપર્ક કરી શકાશે. એક્ઝિબિશનમાં ભાગ લેવા ઇચ્છતા બહેનોની એક મીટીંગ શનિવારે સાંજે પાંચ વાગ્યે વિકેન ગ્રુપ કાર્યાલય ખાતે રાખેલ છે તો બહેનોએ ત્યાં ઉપસ્થિત રહી માહિતી મેળવી શકસે.