- લસણનું સલ્ફર હાઈ બીપી અને હાઈ કોલેસ્ટ્રોલને ઘટાડશે
- લસણના એન્ટીઓક્સીડન્ટ્સ કેન્સર સેલને ખતમ કરી શકે છે
- એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ કમર અને ઘૂંટણના દર્દમાં રાહત આપશે
ભાગદોડભર્યા જીવનમાં લોકો હેલ્થનું ધ્યાન રાખવાનું ચૂકી રહ્યા છે અને સાથે જ સ્કીન, હાર્ટ, ઘૂંટણના દર્દ, કેન્સર જેવી અનેક બિમારીઓને અજાણતા નોંતરી રહ્યા છે. આ સમયે જો તમે આ બિમારીઓને દવાઓ વિના જ દૂર કરવા ઈચ્છો છો તો તમે રસોઈની 1 વસ્તુનો ઉપયોગ કરી શકો છો. અહીં વાત થઈ રહી છે લસણની. જાણો તેના ઔષધિય ગુણો કઈ રીતે તમારી મદદ કરી શકે છે.
હાર્ટને હેલ્ધી રાખશે
અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોવાથી હાર્ટ સંબંધિત રોગો થઈ શકે છે. હાર્ટની હેલ્થ માટે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન જરૂરી છે. લસણની 3 કળી લો અને બપોરે જમ્યા બાદ ખાઈ લો. તેનું સલ્ફર હાઈ બીપી અને હાઈ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરશે.
કેન્સરથી બચાવ
કેન્સરથી બચવા માટે તમે ડાયટમાં લસણને સામેલ કરી શકો છો. તેમાં એન્ટીઓક્સીડન્ટ્સ છે જે ટી સેલ એટલે કે ગુડ સેલ વધારે છે. કેન્સર સેલને ખતમ કરી શકે છે. સવારે ખાલી પેટે એક લસણ ચાવવાથી ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે અને અનેક બિમારી સામે રક્ષણ મળે છે.
ઘૂંટણના દર્દથી આરામ
ઘૂંટણના દર્દથી રાહત આપવા માટે તમે લસણનો ઉપયોગ કરી શકો છો. તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે કમર દર્દ સિવાય ઘૂંટણના દર્દમાં પણ રાહત આપે છે. શરીરના દર્દને ઘટાડે છે. સરસિયાના તેલને ગરમ કરો અને તેમાં 3 લસણની કળીને તતડાવી લો. તે ઠંડું થાય તો તેલને કમર કે સાંધા પર લગાવી લો. દર્દમાં રાહત મળશે.
ખાવાનું પચાવવામાં મદદગાર
લસણનો ઉપયોગ તમે ડાયજેશન માટે કરી શકો છો. તેમાં રહેલા પાચક એન્જાઈમ ભોજન પચાવવામાં મદદ કરે છે. લસણનો ઉપયોગ તમે શાકમાં પણ કરી શકો છો. ઈચ્છો તો ખાવાનું ખાઈ લીધા બાદ લસણની 1 કળી ખાઈ શકો છો. તેનાથી ગેસની સમસ્યા નહીં થાય.
હેલ્ધી અને ગ્લોઈંગ સ્કીન
બિમારીથી દૂર રહેવાની સાથે પાચનને દુરસ્ત રાખવા માટે લસણ તમારી સ્કીનને પણ ફાયદો આપે છે. ચહેરા પરના ડાઘ-ધબ્બા, પિંપલ અને એક્નેની સમસ્યાથી છૂટકારો મેળવવામાં લસણ મદદગાર છે. તેના એન્ટીબેક્ટેરિયલ તત્વો હોય છે જે સ્કીનને ફાયદો આપે છે.
Disclaimer: આ લેખ વાચકોની વધારે જાણકારી માટે મૂકવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝ તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.