કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનીવર્સીટી, તરઘડીયા ખાતે આજ રોજ “એક પેડ માં કે નામ” પર પ્રયાવરણના સંરક્ષણ હેતુથી 100 જેટલા વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. જી. વી. મારવીયા અને કૃષિ વિજ્ઞાનિકો ડો. જે. એચ. ચૌધરી, પ્રો. ડી. પી. સાનેપરા, ડો. એમ. એમ. તાજપરા, ડો. જે. એન. ઠાકર, હેતલબેન મણવર તેમજ અનુપ ડાભી, સહદેવ રાઠવા, મનીશ વાછાણી, પાયલબેન ટાંક, અરવિંદ બેરાણી ઉપસ્થિત રહેલ. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કૃષિ પ્રધાન સરકારની હાજરીમાં ગઇકાલે એક વૃક્ષ માં ના નામે અભિયાનનું આયોજન કરાયું હતું. જેમાં ભારતના કૃષિ મંત્રાલય હેઠળ IARI કેમ્પસમાં લગભગ 1 એકર જમીનમાં “માતૃ વન”ની સ્થાપના કર્યું હતું. જ્યાં કૃષિ મંત્રી અને મંત્રાલયના અધિકારીઓ/કર્મચારીઓ રોપાઑને રોપ્યા હતા. દેશમાં DA&FW, ICAR સંસ્થાઓ, CAUs, KVKs અને SAUsની તમામ ગૌણ કચેરીઓને પણ તે જ દિવસે અને સમયે પોતપોતાના સ્થળોએ સમાન વૃક્ષારોપણ કાર્યક્રમનું યોજાયો હતો. આ અભિયાનમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળની 800થી વધુ સંસ્થાઓએ ભાગ લીધો હતો અને 3 થી 4 હજાર જેટલા રોપાઓનું રોપણ કરાયું હતું.