અગ્ર ગુજરાત, ઘેલા સોમનાથ
પવિત્ર યાત્રાધામ ઘેલાસોમનાથ દાદા ના સાનિધ્યમાં ગણેશ વંદના કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ પૂજન અર્ચન કરાય છે. 10 દિવસ મંદિરના પરિસરમાં દાદા સમક્ષ ગણેશજીના પૂજન, અર્ચન તેમજ આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહે છે.
થાળ સહિતની વિધ વિધ કાર્યક્રમ ની ઉજનવી કરવામાં આવી રહી છે. ઘેલાસોમનાથ ખાતે 14 કમિટી સભ્યની નવી નિયુક્તિ થઇ છે. ગણેશ વંદનામાં રાજેશ જોષીએ ઘેલા સોમનાથ ખાતે ગણેશ વંદના કરી દાદાના આશીર્વાદ લીધા હતાં. જો કે રાજેશ જોષીનું યોગદાન પહેલેથી ઘેલાસોમનાથ મંદિરમાં રહ્યું છે તેમજ તેઓ સામાજિક ક્રાર્યકર તરીકે પોતાની સેવા અનોખી રીતે પ્રદાન કરી રહ્યા છે. જેમાં તેઓ પશુ પક્ષી થી લઈ ગરીબ વર્ગ માટે તેમની સેવા નિઃસ્વાર્થ રૂપ રહી છે આ તકે વિજય રાઠોડ ઘેલા સોમનાથ મંદિરના ટ્રષ્ટી આ બંનેનું અદકેરું સ્વાગત વિનુ ચાંવ તથા અશોક ચાંવ, ઉપેન્દ્ર તેરૈયા તેમજ મનુ શીલું દ્વારા ગણેશ વંદના કર્યા બાદ બંને ટ્રસ્ટીનું મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું.