“વર્લ્ડ ટુરિઝમ ડે પર રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ‘રણભૂમિ’: કચ્છના લોકપ્રિય પર્યટન સ્થળની અદભુત સફર” : સામાજિક સંદેશ સાથેની ફિલ્મને વ્યાપક આવકાર“વર્લ્ડ ટુરિઝમ ડે પર રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ‘રણભૂમિ’: કચ્છના લોકપ્રિય પર્યટન સ્થળની અદભુત સફર” : સામાજિક સંદેશ સાથેની ફિલ્મને વ્યાપક આવકાર
અગ્ર ગુજરાત કાર્યાલયની મુલાકાતે ‘રણભૂમિ’ ફિલ્મની ટીમગુજરાતી ફિલ્મ “રણભૂમિ” 27 સપ્ટેમ્બરે ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની વાર્તા કચ્છ જિલ્લાના એક ગામ પર આધારિત છે, જ્યાં લોકોનો જીવનમાર્ગ પ્રવાસીઓ પર નિર્ભર છે. લેખક અને દિગ્દર્શક નિલેશ ચોવટિયા અને ફિલ્મનાં જાણીતા ચહેરાઓ અભિનેતા મેહુલ બૂચ, વિપુલ વિઠલાણી, મિત્રેશ વર્મા, પૂજા સોની, રાજીવ પંચાલ, ચેતસ ઓઝા, માનીન ત્રિવેદી વગેરે કલાકારો અગ્ર ગુજરાત કાર્યાલયની મુલાકાત લીધી હતી. ફિલ્મનું માર્કેટિંગ તેમજ પ્રમોશન અભિલાષ ઘોડા (તિહાઇ- ધ મ્યુઝિક પીપલ)સંભાળે છે. જ્યારે ફિલ્મનું નિર્માણ આર્ટ કોર્પોરેશન દ્વારા કરવા આવ્યું છે.ગુજરાત એ એવો પ્રદેશ છે, જ્યાં લોકોની ફરવાના શોખ સાથે ઉત્સવોની ભવ્ય ઉજવણીનો ઉત્સાહ વિશ્વપ્રસિદ્ધ છે. ગુજરાતના આ લોકપ્રિય નૃત્ય ગરબા ને યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રૂપમાં માન્યતા આપી છે. ગુજરાતના નૃત્ય, ભાષા, અને પહેરવેશની વિશિષ્ટતા એ ગુજરાતી લોકોની ઓળખ છે, જે વિશ્વના અનેક ખૂણાઓમાં પ્રસરી ગયા છે. આ ઉત્સવપ્રિય ધરતી પર દર વર્ષે અનેક ગુજરાતી ફિલ્મો થિએટરો અને OTT માધ્યમ દ્વારા દર્શકો સુધી પહોંચે છે, જે વિવિધ વિષયોને સ્પર્શે છે.લેખક અને દિગ્દર્શક નિલેશ ચોવટિયાએ ફિલ્મના પ્રભાવ વિશે કહ્યું કે, ફિલ્મો સમાજને બદલાવ લાવી શકે છે. રણભૂમિ ફિલ્મ દ્વારા દેશપ્રેમ, એકતા અને જાતીય સશક્તિકરણના મેસેજ સાથે નારીની સક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અભિનેત્રી શીતલ પટેલ ગુજરાતી ફિલ્મમાં પોતાની શરૂઆત કરી રહી છે અને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.ફિલ્મના મુખ્ય અભિનેતા હર્ષલ માંકડએ ફિલ્મને રિલીઝ કરવાની પડકારભરી પ્રક્રિયા પર ચર્ચા કરી હતી. આજના સમયમાં મલ્ટીપ્લેક્સ થિએટરોમાં ગુજરાતી ફિલ્મોને પ્રમાણ મળવું મુશ્કેલ છે, પરંતુ તેમને મજબૂત કન્ટેન્ટ સાથે પ્રેક્ષકોને આકર્ષવાનું મહત્વ સમજાય છે. તેમના મતે, ગુણવત્તાવાળી ફિલ્મો ન ફક્ત સ્થાનિક દર્શકોને પ્રેરણા આપે છે, પરંતુ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિકાસ માટે પણ જરૂરી છે.
“વર્લ્ડ ટુરિઝમ ડે પર રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ‘રણભૂમિ’: કચ્છના લોકપ્રિય પર્યટન સ્થળની અદભુત સફર” : સામાજિક સંદેશ સાથેની ફિલ્મને વ્યાપક આવકાર

અગ્ર ગુજરાત કાર્યાલયની મુલાકાતે ‘રણભૂમિ’ ફિલ્મની ટીમ