સુરતના પારલે પોઈન્ટ વિસ્તારમાં ઉમરા પોલીસ સ્ટેશનના PSI અને ત્રણ કોન્સ્ટેબલ પોલીસના સ્વાંગ રચી અડાજણના કોન્ટ્રાકટરને હનીટ્રેપમાં ફસાવી નકલી પોલીસ અને ટોળકીએ 5 લાખનો તોડ કર્યો હતો. નકલી પોલીસ બનનાર ત્રણ સહિત ચારને અસલી પોલીસ દ્વારા દબોચી લેવાયા છે.
બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી નકલી પોલીસ અને ટોળકીએ પાંચ લાખનો તોડ કર્યો હતો
પારલે પોઈન્ટ વિસ્તારમાં ઉમરા પોલીસ સ્ટેશનના PSI અને ત્રણ કોન્સ્ટેબલ પોલીસના સ્વાંગ રચી અડાજણના બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી નકલી પોલીસ અને ટોળકીએ પાંચ લાખનો તોડ કર્યો હતો, જેમાં એક મહિલા અને રીક્ષા ચાલક ભાગી છૂટ્યો હતો. અડાજણના 45 વર્ષીય વેપારીને આરોપી અમનુલ્લાએ કામના બહાને પારલે પોઈન્ટના વૃંદા કોમ્પલેક્ષમાં બોલાવી ટોળકીની મદદથી હનીટ્રેપમાં ફસાવ્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટરને હાથકડી પહેરાવી તેના નગ્ન ફોટા પાડી પોલીસના નામે ધમકાવી 20 લાખ રૂપિયા માગ્યા હતા.
નકલી PSI અમિત સહિત ટોળકીના 6 સામે ગુનો નોંધ્યો
ત્યારે ફરિયાદી વેપારીએ કહ્યું હતું કે મારી પાસે એટલા પૈસા નથી, રકઝક થતાં છેવટે 5 લાખ આપવાના નક્કી કર્યા હતા. જ્યાં વેપારીએ મિત્રને 5 લાખ લઈને સરગમ શોપિંગ સેન્ટર પાસે બોલાવ્યો હતો. જ્યાં 5 લઈ નકલી પોલીસના રિક્ષાવાળા સુમિતને આપી દીધા હતા, જે અંગે વેપારીએ ફરિયાદ આપતા ઉમરા પોલીસે નકલી PSI અમિત સહિત ટોળકીના 6 સામે ગુનો નોંધ્યો હતો.
મહિલા અને સુમિતની શોધખોળ ચાલી રહી છે
જેમાં પોલીસે અમિત મનસુખ ઠક્કર જેઓ વસંત વિહાર કતારગામમાં રહે છે. જેઓએ પોતાને PSI ડી સ્ટાફ તરીકે ઓળખ આપી હતી. વિજય મણીલાલ માળી, અલ્પેશ જગદીશ પટેલ અને અમાનઉલ્લાહ શેખની ધરપકડ કરી છે. આ ટોળકી વિરુદ્ધ અડાજણ, સરથાણા, વેસુમાં પણ ગુના નોંધાઈ ચુક્યા છે. જ્યારે હાલ મહિલા અને સુમિતની શોધખોળ ચાલી રહી છે.
નકલી પોલીસને અસલી પોલીસે ઝડપ્યા
અડાજણના 45 વર્ષીય કોન્ટ્રાક્ટરને કામના બહાને પારલે પોઈન્ટના વૃંદા કોમ્પલેક્ષમાં બોલાવી ટોળકીએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટરને હાથકડી પહેરાવી તેના નગ્ન ફોટા પાડી પોલીસના નામે ધમકાવી 5 લાખ રૂપિયા પડાવ્યાની ઘટના ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે 6 આરોપીઓ સામે ગુનો નોંધી ટોળકીના 4 નકલી પોલીસ કર્મીને ઉમરાની અસલી પોલીસે ઝડપી પાડ્યા છે.