Silence !!! કોર્ટ ચાલુ છે!… નાટકનું 23મી નવેમ્બરે મંચન થશે
આજના સમયને આવરી અને તેની સમસ્યાઓને ઉજાગર કરતાં નાટકને રાજકોટના કલાકારો મંચ પર પ્રસ્તુત કરશે
ઝંકૃત કલાવૃંદ નિર્મિત તથા વિજય તેંડુલકર લિખિત અને હસન મલેક અનુવાદિત તથા કુશાન દોશી દિગ્દર્શીત નાટક SILENCE!!! કોર્ટ ચાલુ છે!નું મંચન 23-11-2024ને શનિવારે રાતે 9.30 કલાકે હેમુ ગઢવી મિનિ થિએટર, ટાગોર માર્ગ રાજકોટ ખાતે થશે. ત્યારે આ Silence!!! કોર્ટના કલાકારોએ સાંધ્ય દૈનિક ‘અગ્ર ગુજરાત’ની મુલાકાત લીધી હતી. અને આ નાટક વિષે માહિતી આપી હતી.આ Silence!!! કોર્ટના કલાકારોએ જણાવ્યું હતું કે, આ નાટકમાં આજના સમયને આવરી અને તેની સમસ્યાઓને ઉજાગર અને આપણા કહેવાતા સભ્ય સમાજની વૈચારીક સંકીર્ણતા પર વ્યંગના માધ્યમથી પોતાની વાતને નાટકના માધ્યમથી પ્રસૂત કરવામાં આવી છે. લીલા બેણારે, એક અવિવાહિત શિક્ષિકા છે અને સામજીક કાર્યકર્તા મી. કાશિકર દ્વારા ચલાવાતી નાટ્ય મંડળીની પણ સભ્ય છે. બેણારે, જીવનને પોતની શરતોએ જીવે છે પણ તેનો આ વિચાર શું સમાજે ઘડેલા નૈતિક આચરણના ત્રાજવે બરાબર બેસે છે? કેવી હોવી જોઈ સ્ત્રી? શું હોવું જોઈ તેનું આચરણ? આવી વ્યક્તિગત વાતો ને કોતરવા , એક આભાસી કોર્ટ નાટકમાં ઉભી થાય છે જે ધીમે ધીમે વ્યક્તિગત અને વાસ્તવિક બની જાય છે. નાટકમાં ગંભીરતા સાથે હળવી કોમેડીને ઉમેરવામાં આવી છેકૃશાન દોશી દિગ્દર્શન આ નાટકમાં રાજકોટના કલાકાર ઝંખના ભટ્ટ, અમીત વાઘેલા, કૃશાન દોશી, ભાવિતા જેઠવા, શમિત દવે, આદિત્યરાજસિંહ ઝાલા, ગીતાંશ સ્વાદિયા, અમીત પાઠક, યતીન આશરા, હાર્દિક અસોડિયા, દેવરાજ અને કૌશલ ભટ્ટ નાટકના નામ અનુસાર પોતાની અભિનય કલા થકી પ્રસ્તુત કરશે. તેમજ આ નાટકમાં પ્રકાશ સંચાલન અને ધ્વનિ સંચાલન હાર્દિક મહેતા અને હુસૈન પોપટિયા કરશે. બુકિંગ અને અન્ય બાબતો માટે કુશાન દોશી (95270 77371) અથવા 94269 18551નો સંપર્ક કરવો.