સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં ચુંટણી ૨૦૨૪ અંતર્ગત અંતિમ ચરણમાં જીલ્લા રજીસ્ટ્રાર અને એ.આર.ઓ. બિમલ પટેલે ચેરમેન માટે દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન માટે જીવણભાઈ પટેલના નામને મંજુરી આપી હતી.
વિગતથી જોઈએ તો, ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠકના નામ માટે દેવાંગભાઈ માંકડે દરખાસ્ત મૂકી હતી અને ચંદ્રેશભાઈ ધોળકિયાએ ટેકો આપેલ હતો. જયારે વાઈસ ચેરમેન તરીકે જીવણભાઈ પટેલના નામ માટે માધવભાઈ દવેએ દરખાસ્ત મૂકી હતી અને અશોકભાઈ ગાંધીએ ટેકો આપેલ હતો.
સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં ચુંટણી ૨૦૨૪ અંતર્ગત અંતિમ ચરણમાં જીલ્લા રજીસ્ટ્રાર અને એ.આર.ઓ. બિમલ પટેલે ચેરમેન માટે દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન માટે જીવણભાઈ પટેલના નામને મંજુરી આપી હતી.વિગતથી જોઈએ તો, ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠકના નામ માટે દેવાંગભાઈ માંકડે દરખાસ્ત મૂકી હતી અને ચંદ્રેશભાઈ ધોળકિયાએ ટેકો આપેલ હતો. જયારે વાઈસ ચેરમેન તરીકે જીવણભાઈ પટેલના નામ માટે માધવભાઈ દવેએ દરખાસ્ત મૂકી હતી અને અશોકભાઈ ગાંધીએ ટેકો આપેલ હતો.દિનેશભાઈ પાઠક અને જીવણભાઈ પટેલની સંયુક્ત યાદીમાં જણાવ્યા મુજબ, અમારા ઉપર મુકેલ વિશ્વાસ સાર્થક કરીશું. જે રીતે જંગી બહુમતીથી જીત્યા અને સમગ્ર ચુંટણીમાં ઉત્સાહભેર કામ કર્યું તેવી જ રીતે હવેથી બેંકની પ્રગતિ અને વધુને વધુ નવી ઉચાઇ સર કરવા માટે આપને સહુ સાથે મળીને કામ કરીશું. આપણી બેંક નાના માણસની મોટી બેંક તરીકે ઓળખાય છે. આપણા દરેક કાર્યો નાના અને મધ્યમ વર્ગને ઉપયોગી બની રહે તેવા જ બની રહેશે. આપણા વડીલોએ કંડારેલી કેડી ઉપર સહુના સાથથી અવિરત આગળ વધતા રહીશું.આજરોજ મળેલી બેઠકમાં દિનેશભાઈ પાઠક, જીવણભાઈ પટેલ, સુરેન્દ્રભાઈ પટેલ, ચંદ્રેશભાઈ ધોળકિયા, અશોકભાઈ ગાંધી, હસમુખભાઈ ચંદારાણા, ડો. નરશીભાઈ મેઘાણી, હસમુખભાઈ હિન્ડોચા, માધવભાઈ દવે, જ્યોતિબેન ભટ્ટ, કીર્તિદાબેન જાદવ, જીમ્મીભાઈ દક્ષિણી, શૈલેશભાઈ ઠાકર, હંસરાજભાઈ ગજેરા, ટપુભાઈ લીંબાસીયા, દીપકભાઈ બકરાણીયા, મંગેશજી જોશી, નવીનભાઈ પટેલ, ચિરાગભાઈ રાજકોટિયા, ભૌમીક્ભાઈ શાહ, બ્રિજેશભાઈ મલકાણ, લલીતભાઈ વોરા, કલ્પેશભાઈ ગજ્જર, વિક્રમસિંહ પરમાર, ઉપરાંત વિનોદકુમાર શર્મા (જનરલ મેનેજર), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.સહકારી બેંકિંગમાં નવા નિયમો અનુસાર પ્રથમવાર રાજકોટ જીલ્લા કલેક્ટર અને રીટર્નીંગ ઓફીસરશ્રી પ્રભાવ જોશીના નેતૃત્વ હેઠળની પ્રથમ ચુંટણીનું સફળ આયોજન થયેલ હતું.રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની મુંબઈમાં ૩, નાગપુરમાં ૧ સહીત કુલ ૩૮ શાખાઓ કાર્યરત છે. બેન્કનો બીઝ્નેશ રૂ. ૧૦ હજાર કરોડથી વધુનો છે. તા. ૩૦-૯-૨૪ના બીજા ક્વાર્ટરના પરિણામો ઐતિહાસિક રહ્યા છે.દિનેશભાઈ પાઠક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્પિત કાર્યકર છે. તેઓ નેશનલ ઇન્સ્યુરન્સ કંપનીમાં સીનીયર બ્રાંચ મેનેજર તરીકે કાર્ય કરતા હતા. રાજકોટ નાગરિક સહકારી બેંક લી.માં ૨૦૨૧-૨૦૨૨માં કો-ઓપ્ટ ડીરેક્ટર તરીકે સેવા આપી હતી. ત્યારબાદ ૨૦૨૨થી ડીરેક્ટર તરીકે કાર્યરત છે.ગેલેક્સી ગ્રુપના જીવણભાઈ પટેલ જાણીતા ઉદ્યોગપતિ છે. વડીલ જીવણભાઈ હસમુખા સ્વભાવના માલિક છે. તેઓએ બેંકમાં ૨૦૦૪ થી ૨૦૨૨ સુધી ડીરેક્ટર તરીકે અને ૨૦૧૫ થી ૨૦૨૦ સુધી વાઈસ ચેરમેન તરીકે સેવા આપી હતી.
દિનેશભાઈ પાઠક અને જીવણભાઈ પટેલની સંયુક્ત યાદીમાં જણાવ્યા મુજબ, અમારા ઉપર મુકેલ વિશ્વાસ સાર્થક કરીશું. જે રીતે જંગી બહુમતીથી જીત્યા અને સમગ્ર ચુંટણીમાં ઉત્સાહભેર કામ કર્યું તેવી જ રીતે હવેથી બેંકની પ્રગતિ અને વધુને વધુ નવી ઉચાઇ સર કરવા માટે આપને સહુ સાથે મળીને કામ કરીશું. આપણી બેંક નાના માણસની મોટી બેંક તરીકે ઓળખાય છે. આપણા દરેક કાર્યો નાના અને મધ્યમ વર્ગને ઉપયોગી બની રહે તેવા જ બની રહેશે. આપણા વડીલોએ કંડારેલી કેડી ઉપર સહુના સાથથી અવિરત આગળ વધતા રહીશું.
આજરોજ મળેલી બેઠકમાં દિનેશભાઈ પાઠક, જીવણભાઈ પટેલ, સુરેન્દ્રભાઈ પટેલ, ચંદ્રેશભાઈ ધોળકિયા, અશોકભાઈ ગાંધી, હસમુખભાઈ ચંદારાણા, ડો. નરશીભાઈ મેઘાણી, હસમુખભાઈ હિન્ડોચા, માધવભાઈ દવે, જ્યોતિબેન ભટ્ટ, કીર્તિદાબેન જાદવ, જીમ્મીભાઈ દક્ષિણી, શૈલેશભાઈ ઠાકર, હંસરાજભાઈ ગજેરા, ટપુભાઈ લીંબાસીયા, દીપકભાઈ બકરાણીયા, મંગેશજી જોશી, નવીનભાઈ પટેલ, ચિરાગભાઈ રાજકોટિયા, ભૌમીક્ભાઈ શાહ, બ્રિજેશભાઈ મલકાણ, લલીતભાઈ વોરા, કલ્પેશભાઈ ગજ્જર, વિક્રમસિંહ પરમાર, ઉપરાંત વિનોદકુમાર શર્મા (જનરલ મેનેજર), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.