સંયુક્ત આરબ અમીરાત (UAE) એ તાજેતરમાં પ્રવાસીઓ માટે તેના વિઝા નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. વિઝા નિયમોમાં ફેરફારને કારણે ભારતીય પ્રવાસીઓને વિઝા અરજીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે દુબઈ જવા માટે વિઝા મેળવવું સરળ નથી.
આ પહેલા લગભગ 99 ટકા વિઝા અરજીઓ સ્વીકારવામાં આવતી હતી પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વિઝા અરજીઓના અસ્વીકાર દરમાં નોંધપાત્ર વધારો થયો છે.
વિઝા રિજેક્શનનો દર વધ્યો
જ્યાં પહેલા વિઝા અરજીઓનો અસ્વીકાર દર 1-2 ટકા હતો, હવે આ દર દરરોજ 5-6 ટકા પર પહોંચી ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ 100 વિઝા અરજીઓમાંથી દરરોજ 5-6 વિઝા અરજીઓ રિજેક્ટ થઈ રહી છે. આ નવી પરિસ્થિતિને કારણે પ્રવાસીઓએ માત્ર વિઝા ફી ગુમાવવી પડી રહી છે. તેમને અગાઉ કરેલી ફ્લાઈટ ટિકિટ અને હોટેલ બુકિંગ પર પણ તેને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
જાણો શું છે નવા નિયમો
પ્રવાસી વિઝા અરજી અંગે UAE દ્વારા બનાવવામાં આવેલા કડક નિયમો મુજબ મુસાફરોએ તેમની રિટર્ન ટિકિટની કોપી ઈમિગ્રેશન વિભાગની વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે. અગાઉ એરપોર્ટ અધિકારીઓ આ ડોક્યુમેન્ટને જોતા હતા. પ્રવાસીઓએ હોટલ રિઝર્વેશનનો પુરાવો આપવો પડશે. જો પ્રવાસીઓ તેમના પરિવારના સભ્યો સાથે રોકાવા જઈ રહ્યા છે, તો તેઓએ તેમના યજમાન પાસેથી રોકાણનું પ્રમાણપત્ર પણ બતાવવાનું રહેશે. આ સિવાય પ્રવાસીઓ પાસે દુબઈ જવા માટે પૂરતા નાણાં હોવાની પણ અપેક્ષા છે, આ માટે પ્રવાસીઓએ બેંક સ્ટેટમેન્ટ અથવા સ્પોન્સરશિપ લેટર દર્શાવવો પડશે.
દર વર્ષે લાખો લોકો જાય છે દુબઈ
એક સમયે દુબઈ માટે લગભગ 99 ટકા વિઝા અરજીઓ સ્વીકારવામાં આવતી હતી, જ્યારે હવે યુએઈના અધિકારીઓ દ્વારા સારી રીતે તૈયાર કરેલી ફાઈલોને પણ ના પાડી દેવામાં આવી રહી છે. અહીં એ જાણવું પણ જરૂરી છે કે દર વર્ષે ભારતમાંથી લાખો લોકો દુબઈની મુલાકાતે આવે છે. 2023માં ભારતમાંથી 60 લાખથી વધુ પ્રવાસીઓ દુબઈ જવાના હતા. ઘણા પ્રવાસીઓ નવા નિયમોથી અજાણ છે અને તેના કારણે વિઝા રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.