૯૦ ટકાથી વધુ સેન્સ વિપુલ માખેલા માટે થતાં નિરીક્ષક માયાબેનને ‘દાળમાં કાળુ’ જણાયું
તપાસ કરતાં જન્મ તારીખના પુરાવાઓમાં છેડછાડ કર્યાની આશંકા : પક્ષમાંથી હકાલપટ્ટી થવાની શકયતા
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે મોટા ગજાના નેતાઓને પણ ઊંધા ચશ્મા પહેરાવવા માંડયા છે. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખની સેન્સ માટે આવેલા પ્રદેશ નિરીક્ષક માયાબેન કોડનાણીને વોર્ડ નં.૧૪ના વોર્ડ પ્રમુખ માટેની સેન્સમાં વિપુલ માખેલાની તરફેણમાં ૯૦ ટકાથી પણ વધુ સેન્સ અને ભલામણો મળતાં માયાબેન ચોંકી ઉઠયા હતા. કુદરતી રીતે આવુ થતું હોતું નથી. તેથી અનુભવી ભાજપના મહિલા નેતા માયાબેન કોડનાણીને ‘દાળમાં કંઇક કાળુ’ જણાતા અંદર ખાને તપાસ શરૂ કરી હતી. જેમાં સેન્સની કાર્યવાહીમાં ફેબ્રીકેટેડ ભલામણો અને વયના પુરાવાઓમાં છેડછાડ કરેલા દસ્તાવેજો રજુ થયાનું જણાતા માયાબેન કોડનાણીએ આ મામલાને ગંભીરતાપૂર્વક લઇ પ્રદેશ ભાજપમાં તથા સ્થાનિક ભાજપ પ્રમુખ સહિતના નેતાઓને કડક પગલાં લેવા ભલામણ કરી છે.
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે મોટા ગજાના નેતાઓને પણ ઊંધા ચશ્મા પહેરાવવા માંડયા છે. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખની સેન્સ માટે આવેલા પ્રદેશ નિરીક્ષક માયાબેન કોડનાણીને વોર્ડ નં.૧૪ના વોર્ડ પ્રમુખ માટેની સેન્સમાં વિપુલ માખેલાની તરફેણમાં ૯૦ ટકાથી પણ વધુ સેન્સ અને ભલામણો મળતાં માયાબેન ચોંકી ઉઠયા હતા. કુદરતી રીતે આવુ થતું હોતું નથી. તેથી અનુભવી ભાજપના મહિલા નેતા માયાબેન કોડનાણીને ‘દાળમાં કંઇક કાળુ’ જણાતા અંદર ખાને તપાસ શરૂ કરી હતી. જેમાં સેન્સની કાર્યવાહીમાં ફેબ્રીકેટેડ ભલામણો અને વયના પુરાવાઓમાં છેડછાડ કરેલા દસ્તાવેજો રજુ થયાનું જણાતા માયાબેન કોડનાણીએ આ મામલાને ગંભીરતાપૂર્વક લઇ પ્રદેશ ભાજપમાં તથા સ્થાનિક ભાજપ પ્રમુખ સહિતના નેતાઓને કડક પગલાં લેવા ભલામણ કરી છે.વિધાનસભા ૭૦માં આવતા વોર્ડ નં.૧૪ના વોર્ડ પ્રમુખની સેન્સ માટે પાંચ થી છ દાવેદારો હતા. જેમાંથી વિપુલ માખેલાની માટે ગત શનિવારે માયાબેન કોડનાણી સહિતના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ કાર્યવાહી થઇ હતી. આ સમયે વિપુલ માખેલાના નામ પર ચોમેરથી ભલામણો અને સેન્સ આવવા માંડતા માયાબેનને આ બાબતે શંકા ગઇ હતી. આથી મુખ્ય દાવેદાર વિપુલ માખેલાના વયના દસ્તાવેજો તપાસમાં આવ્યા હતાં. જેમાં છ વર્ષની વધુ વય હોવા છતાં ઓછી વય બતાવી દસ્તાવેજોમાં પણ છેડછાડ કર્યા હોવાની આશંકા જોવા મળી છે. આ મામલે પ્રદેશ ભાજપને તથા શહેર ભાજપને પગલાં લેવા માયાબેન દ્વારા ભલામણ થઇ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.વિપુલ માખેલા કેવી રીતે કરી કારીગરી?
ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ પ્રમુખ બનવા માટે ૪૫ વર્ષની વયમર્યાદા છે. વિપુલ માખેલાએ આ વય મર્યાદાને ધ્યાને રાખી તેના જન્મતારીખના દાખલામાં છેડછાડ કરી ૧૯૭૪માં જન્મ હતો તે ૧૯૮૨નો બતાવી ખોટા દસ્તાવેજો પાર્ટીને રજૂ કર્યા હતા. આ અંગે માયાબેન કોડનાણીને શંકા જતા તેમણે પ્રદેશ ભાજપ અને સ્થાનિક ભાજપને આ મામલે તપાસ કરવા અને સત્ય શોધવા માટે જણાવ્યું છે. વાસ્તવમાં વિપુલ માખેલાની વય ૫૧ વર્ષની છે. પરંતુ તેણે વોર્ડ પ્રમુખ બનવા માટે સરકારી દસ્તાવેજોમાં પણ ચેડા કર્યાનું પ્રાથમિક રીતે ખુલ્યું છે. જો કે ભારતીય જનતા પાર્ટીના સૂત્રોએ આ હંગે હજુ સુધી કોઇ ફોડ પાડયો નથી.
વિધાનસભા ૭૦માં આવતા વોર્ડ નં.૧૪ના વોર્ડ પ્રમુખની સેન્સ માટે પાંચ થી છ દાવેદારો હતા. જેમાંથી વિપુલ માખેલાની માટે ગત શનિવારે માયાબેન કોડનાણી સહિતના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ કાર્યવાહી થઇ હતી. આ સમયે વિપુલ માખેલાના નામ પર ચોમેરથી ભલામણો અને સેન્સ આવવા માંડતા માયાબેનને આ બાબતે શંકા ગઇ હતી. આથી મુખ્ય દાવેદાર વિપુલ માખેલાના વયના દસ્તાવેજો તપાસમાં આવ્યા હતાં. જેમાં છ વર્ષની વધુ વય હોવા છતાં ઓછી વય બતાવી દસ્તાવેજોમાં પણ છેડછાડ કર્યા હોવાની આશંકા જોવા મળી છે. આ મામલે પ્રદેશ ભાજપને તથા શહેર ભાજપને પગલાં લેવા માયાબેન દ્વારા ભલામણ થઇ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.
વિપુલ માખેલા કેવી રીતે કરી કારીગરી?