બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા ખાતે ચાલુ છે. આજે (18 ડિસેમ્બર) મેચનો છેલ્લો અને પાંચમો દિવસ છે ઓસ્ટ્રેલિયાની ટીમ હવે બીજા દાવમાં બેટિંગ કરી રહી છે. ટ્રેવિસ હેડ અને એલેક્સ કેરી ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 60 રનની નજીક છે અને 5 વિકેટ ગઇ છે. આઉટ થયેલા ખેલાડીઓમાં ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન મેકસ્વીની, મિશેલ માર્શ અને સ્ટીવ સ્મિથ હતા.
ભારતીય ટીમ પ્રથમ દાવમાં 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી
ભારતીય ટીમ પ્રથમ દાવમાં 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જો કે આજે પણ વરસાદના કારણે મેચ ખોરવાઈ ગઈ હતી. જે લેટેસ્ટ અપડેટ આવ્યું છે તે મુજબ આજે મેચમાં ઘણી વખત વરસાદ થવાની સંભાવના છે. ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. પર્થમાં યોજાયેલી BGT શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે 295 રનથી જીત મેળવી હતી, જ્યારે એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 10 વિકેટે વિજય થયો હતો.
આકાશદીપ અને બુમરાહની જોડી વચ્ચે 47 રનની ભાગીદારી થઈ હતી
પાંચમા દિવસની રમતમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 260 રનમાં સમેટાઈ ગઈ હતી. આકાશદીપ અને બુમરાહની જોડી વચ્ચે 47 રનની ભાગીદારી થઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. આ રીતે કાંગારૂ ટીમે પ્રથમ દાવમાં ભારત પર 185 રનની લીડ મેળવી હતી.
આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં બે ફેરફાર કર્યા છે. આર અશ્વિન અને હર્ષિત રાણાના સ્થાને રવિન્દ્ર જાડેજા અને આકાશ દીપ ટીમમાં પરત ફર્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ એક ફેરફાર સાથે મેદાનમાં ઉતરી હતી. સ્કોટ બોલેન્ડના સ્થાને જોશ હેઝલવુડનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
જો જોવામાં આવે તો અગાઉ બ્રિસ્બેન ગાબા મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સાત ટેસ્ટ રમાઈ હતી. આ દરમિયાન ભારતીય ટીમ 5 મેચ હારી છે અને એક મેચ ડ્રો પણ રહી છે. ગાબા ખાતે ભારતીય ટીમની એકમાત્ર ટેસ્ટ જીત જાન્યુઆરી 2021માં હતી. ત્યારબાદ તેણે અજિંક્ય રહાણેના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે હરાવ્યું હતું.