ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર સિરીઝની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે રમાશે. સિરીઝ હાલમાં ત્રણ મેચ બાદ 1-1થી બરાબર છે. બંને ટીમો વચ્ચે બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાયેલી ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી. ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાનારી ચોથી ટેસ્ટ રોહિત શર્મા અને તેની ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
MSG સ્ટેડિયમની પિચની તસવીર આવી સામે
આ મેચ શરૂ થતા પહેલા બંને ટીમો વચ્ચે જે પીચ પર મેચ રમાવાની છે તેની તસવીર સામે આવી છે. MCG પિચ પર નવા બોલ સાથે, ઝડપી બોલરોને સીમ મૂવમેન્ટ મળશે અને શરૂઆતમાં ઉછાળ આવશે. જો કે, તેની સ્પીડ સામાન્ય રીતે બ્રિસ્બેન અને પર્થમાં જોવા મળતી સ્પીડ કરતા ઓછી હશે.
ક્યારે શરૂ થશે ચોથી ટેસ્ટ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર સિરીઝની ચોથી ટેસ્ટ 26 ડિસેમ્બરથી શરૂ થશે અને 30 ડિસેમ્બર, 2024ના રોજ સમાપ્ત થશે. આ ટેસ્ટને બોક્સિંગ ડે ટેસ્ટ પણ કહેવામાં આવે છે. મેચ ભારતીય સમય અનુસાર સવારે 5 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ અડધો કલાક વહેલો એટલે કે સવારે 4:30 વાગ્યે થશે.
મેલબોર્નમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર વર્ષોથી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. ટીમ અહીં રમાયેલી છેલ્લી ત્રણ મેચમાં અજેય રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2014માં અહીં રમાયેલી મેચ ડ્રો રહી હતી, જ્યારે ભારતે 2018 અને 2020માં રમાયેલી છેલ્લી બે ટેસ્ટ જીતી છે.
ભારતે બંને ટેસ્ટ જીતવી પડશે
પર્થ ટેસ્ટ ડ્રો થયા બાદ ભારતે હવે WTCની ફાઇનલમાં જગ્યા બનાવવા માટે સિરીઝની બાકીની બંને ટેસ્ટ જીતવી પડશે. WTC પોઈન્ટ ટેબલમાં ભારતની જીતની ટકાવારી હાલમાં 55.88% છે અને અહીંથી ટીમ મેલબોર્ન અને સિડનીમાં જીત મેળવીને તેની જીતની ટકાવારી 60.52% સુધી વધારી શકે છે. આવું થતાં જ ટીમ પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાથી આગળ નીકળી જશે.