કુવૈતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી સન્માનિત કર્યા છે. કોઈપણ દેશ દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. મુબારક અલ કબીરનો ઓર્ડર કુવૈતનો નાઈટહુડ ઓર્ડર છે.
આ ઓર્ડર રાજ્યના વડાઓ અને વિદેશી વડાઓ અને વિદેશી શાહી પરિવારોના સભ્યોને મિત્રતાના પ્રતીક તરીકે આપવામાં આવે છે. આ અગાઉ બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ જેવા વિદેશી નેતાઓને એનાયત કરવામાં આવ્યો છે.
બે દિવસની મુલાકાતે શનિવારે કુવૈત પહોંચેલા પીએમ મોદી 43 વર્ષમાં ખાડી દેશની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. કુવૈતની મુલાકાત લેનાર છેલ્લી ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હતા જેમણે 1981માં કુવૈતની મુલાકાત લીધી હતી.
PM મોદીને મળેલા વિદેશી સન્માનોની યાદી
- જુલાઈ 2023: ફ્રાન્સે પીએમ મોદીને લીજન ઓફ ઓનરથી સન્માનિત કર્યા.
- જૂન 2023: ઇજિપ્તમાં ઓર્ડર ઓફ ધ નાઇલ એનાયત.
- મે 2023: પાપુઆ ન્યુ ગિની દ્વારા કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ પુરસ્કાર.
- મે 2023: પીએમ મોદીને ફિજીમાં કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજીથી સન્માનિત કરવામાં આવ્યા.
- મે 2023: પલાઉ પ્રજાસત્તાક દ્વારા પીએમ મોદીને અબાકાલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
- 2021: ભૂટાને પીએમ મોદીને ડ્રુક ગ્યાલ્પોથી સન્માનિત કર્યા.
- 2020: અમેરિકાએ પીએમ મોદીને લીજન ઓફ મેરિટ એવોર્ડથી સન્માનિત કર્યા.
- 2019: પીએમ મોદીને બહેરીન દ્વારા કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાંથી સન્માનિત કરવામાં આવ્યા.
- 2019: માલદીવે નિશાન ઇઝુદ્દીનના ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલથી પણ નવાજ્યા.
- 2019: રશિયાએ પીએમ મોદીને ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ એવોર્ડથી સન્માનિત કર્યા.
- 2019: PM મોદીને UAE દ્વારા ઓર્ડર ઓફ ઝાયેદ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
- 2018: પીએમ મોદીને ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
- 2016: અફઘાનિસ્તાન દ્વારા મોદીને સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લા ખાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
- 2016: વડાપ્રધાનને સાઉદી અરેબિયા દ્વારા ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ સઉદથી નવાજવામાં આવ્યા હતા.