ભરૂચ
પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ તરફથી ભરૂચ જિલ્લામાં થતી ઘરફોડ ચોરીઓને અટકાવવા તથા મિલ્કત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી ભરૂચ જીલ્લા પોલીસને અસરકારક નાઇટ પેટ્રોલીંગ રાખવા તથા વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી એક્શન પ્લાન તૈયાર કરાવી, તે દિશામાં અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે, પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા એલ.સી.બી. ભરૂચનાઓએ ઉપરોકત સુચનાઓ અન્વયે ભરૂચ જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને આપેલ જરૂરી માર્ગદર્શનના આધારે એલ.સી.બી.ની ટીમો દ્વારા ભરૂચ જીલ્લાની અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓમાં ગુનાવાળી જગ્યાની વિઝીટ કરી, આસપાસની ભૌગોલીક પરિસ્થીતીનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી, આસપાસના તથા રૂટ ઉપરના સી.સી.ટી.વી ફુટેજો મેળવી તેનું એનાલિસીસ કરી ટેકનિકલ સર્વેલન્સ & હ્યુમન ઇન્ટેલીજન્સથી ગુનાઓ શોધી કાઢવા હાથ ધરવામાં આવેલ સઘન પ્રયત્નોના આધારે પો.સ.ઇ આર.કે.ટોરાણી એલ.સી.બી. ભરૂચનાઓની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમ્યાન બાતમી મળેલ કે, “ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં ને.હા.નં. ૪૮ ની બાજુમાં આવેલ લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીમાં નવેક દિવસ અગાઉ વેલ્ડીંગ મશીનના વાયરની થયેલ ચોરીમાં મુકેશ ઉર્ફે નાનો રતનભાઈ ભુરીયા તથા તેનો મિત્ર સંડોવાયેલ છે જેમાં મુકેશ ઉર્ફે નાનો ભુરીયા હાલમાં અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં રચનાનગર રેલ્વે ફાટક પાસે જોવા મળેલ છે. જેને શરીરે લાલ, ભુરા કલરનો ચેક્સ શર્ટ પહેરેલ છે” જેવી બાતમીના આધારે ટીમના માણસો સાથે રચનાનગર ખાતે રેલ્વે ફાટક પાસેથી ઉપરોક્ત બાતમી-વર્ણનવાળો ઇસમ દેખાતા તેને આયોજપુર્વક કોર્ડન કરી પકડી લઇ ચોરી બાબતે પ્રાથમિક પુછપરછ કરતા સદર ઇસમે કોઇ સંતોષકારક જવાબ આપેલ નહીં. જેથી પકડાયેલ આરોપની યુક્તિ-પ્રયુક્તિથી ઉંડાણપુર્વકની સઘન પુછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને કબુલાત કરેલ કે, આશરે નવેક દિવસ પહેલા હું તથા મારો મિત્ર કમલેશ નિનામા તથા કમલેશ નિનામાનો દિકરો રાજ ઉર્ફે રાજીયો રહે. પ્રતિન ચોકડી પાસે આવેલ માનસી હોન્ડાના શો રૂમ પાછળ આવેલ ઝુપડપટ્ટીમાં અંકલેશ્વરનાઓની સાથે રાત્રીના સમયે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં ને.હા.નં.૪૮ ની બાજુમાં આવેલ લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીના કંમ્પાઉન્ડમાં પડેલ વેલ્ડીંગ મશીનના વાયર કાપી ચોરી કરી સિરાજ ભંગારવાળાની દુકાને વેચી દીધેલ હોવાની હકીકત જણાવેલ હતી જેના આધારે ચોરીનો માલ લેનાર સિરાજ અંસારી તથા કનૈયા લક્ષ્મણભાઈ પ્રસાદનાઓને પકડી પાડી આરોપી કનૈયા લક્ષ્મણભાઈ પ્રસાદ પાસેથી કોપર વાયર આશરે વજન ૦૭ કીલો કી.રૂ. ૭,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ઘરફોડ ચોરી કરનાર એક આરોપી તથા ચોરીનો માલ લેનાર બે આરોપીને પકડી પાડી ચોરીમાં સામેલ અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી વિરુધ્ધ ક્રિમીનલ પ્રોસીજન કોડની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) મુકેશ ઉર્ફે નાનો રતનભાઈ ભુરીયા, ઉ.વ.૩૦, રહે. ૫૦૦ ક્વાટર્સ, અંકલેશ્વર જી.આઈ.ડી.સી, તા- અંક્લેશ્વર, જી- ભરૂચ.
(૨) સિરાજ સુજાઈત અંસારી, ઉ.વ.પર, રહે. મ.નં.૬૨/બી યોગીનગર, રાજપીપળા રોડ, સારંગપુર, તા.અંકલેશ્વર, જી.ભરૂચ.
(ચોરીનો માલ લેનાર)
(૩) કનૈયા લક્ષ્મણભાઈ પ્રસાદ, રહે. મ.નં.બી/૩૮ આદીત્યનગર, ભડકોદ્રા, તા.અંકલેશ્વર, જી.ભરૂચ. મુળ રહે. અધિસિજુઆ, પોસ્ટ. ગોન્ડ્રીયા, છપરા, જી. બલીયા. (યુ.પી) (ચોરીનો માલ લેનાર)
વોન્ટેડ આરોપી
(૪) કમલેશ નિનામા, રહે, પ્રતિન ચોકડી પાસે આવેલ માનસી હોન્ડાના શો રૂમ પાછળ ઝુંપડપટ્ટીમાં, અંકલેશ્વર, તા-અંક્લેશ્વર, જી- ભરૂચ.
(૫) રાજ ઉર્ફે રાજીયો કમલેશ નિનામા, રહે, પ્રતિન ચોકડી પાસે આવેલ માનસી હોન્ડાના શો રૂમ પાછળ ઝુંપડપટ્ટીમાં અંકલેશ્વર, જી.ભરૂચ.
કબ્જે કરેલ મુદામાલ
(૧) મોબાઇલ નંગ-૦૨ કિં.રૂ. ૫,૫૦૦/-
(૨) ચોરીમાં ગયેલ કોપર આશરે ૭ કીલો કી.રૂ. ૭,૦૦૦/-
મળી કુલ કી.રૂ. ૧૨,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ