ક્રાઈસ્ટ કોલેજ, રાજકોટ દ્વારા રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે “SAFAL 2025” ટ્રેનિંગ કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ શહેરોથી વિવિધ વિદ્યા શાખાના 150થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સ્પર્ધાનું મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પ્રક્રિયા અને પદ્ધતિઓનો અનુભવ આપવામાં કરવાનો હતો. સ્પર્ધા પૂર્ણ થયા બાદ બે મહત્વપૂર્ણ વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું – જેમાં “How to Face a Personal Interview” વિષયક વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ વિશેના ભયને દૂર કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સફળ ઈન્ટરવ્યૂ માટે જરૂરી તૈયારી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. બીજી તરફ, “Information on Various Competitive Exams” વિષયક સત્રમાં વિવિધ ક્ષેત્રોની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે વ્યાપક માહિતી આપી વિદ્યાર્થી મિત્રોને અવગત કરવામાં આવ્યા હતા.