યુરોપિયન યુનિયને એપલ અને મેટા કંપની પર મસમોટો દંડ ફટકાર્યો છે. EUએ બંને કંપનીઓ પર 700 મિલિયન યુરો (લગભગ 6,823 કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. તમને જણાવી દઈએ કે એપલને 500 મિલિયન યુરો (લગભગ 4874.25 કરોડ રૂપિયા) અને મેટાને 200 મિલિયન યુરો (લગભગ 1949.70 કરોડ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ યુરોપિયન યુનિયન એન્ટિટ્રસ્ટ રેગ્યુલેટર દ્વારા કરવામાં આવ્યો છે.
APPLE કંપની આ નિર્ણયને પડકારશે
ઉલ્લેખનીય છે કે આ બે મોટી ટેક કંપનીઓને દંડ ફટકારવાના કારણે યુરોપિયન યુનિયનના સંબંધ વણસી શકે છે. અમેરિકા અને યુરોપ વચ્ચેના સંબંધો પર પણ અસર પડી શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાથી જ અમેરિકન કંપનીઓ પર દંડ ફટકારનારા દેશો પર ટેરિફ લાદવાની ધમકી આપી દીધી છે. આ દંડ ડિજિટલ માર્કેટ એક્ટ હેઠળ ફટકારવામાં આવ્યો છે. આ કાયદો બજારમાં મોટી કંપનીઓના વર્ચસ્વ વચ્ચે નાની કંપનીઓના પ્રવેશને સુનિશ્ચિત કરે છે. આ કિસ્સામાં એપલે કહ્યું છે કે તે EU દંડને પડકારશે. એપલ દ્વારા આપવામાં આવેલા0 એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આજનો નિર્ણય એપલને યુરોપિયન કમિશન દ્વારા અન્યાયી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યું છે તેનું બીજું ઉદાહરણ છે.’ આ એવી કામગીરીનો એક ભાગ છે જે અમારા યુઝર્સની ગોપનીયતા અને સુરક્ષા માટે હાનિકારક છે.
મેટાએ EUના નિર્ણયની ટીકા કરી
મેટાએ પણ EUના આ નિર્ણયની ટીકા કરી છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘યુરોપિયન કમિશન સફળ અમેરિકન વ્યવસાયોને અવરોધવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે ચીની અને યુરોપિયન કંપનીઓને અલગ અલગ ધોરણો હેઠળ કામ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે.’ મેટાએ કહ્યું, ‘આ દંડ વિશે નથી, કમિશન અમારા પર બિઝનેસ મોડેલ બદલવા માટે દબાણ કરી રહ્યું છે.’ મેટા પર કરોડો ડોલરના ટેરિફ લાદીને, અમે હલકી ગુણવત્તાવાળી સેવા પૂરી પાડવાની અપેક્ષા રાખીએ છીએ.