કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સાનો માહોલ છે. જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે, ભારતીય સેનાએ પહેલગામ પર હુમલો કરનારા આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. આ સ્કેચને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. લોકો આ સ્કેચમાં દેખાતા આતંકવાદીના ફોટાની સરખામણી પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમના ફોટા સાથે કરી રહ્યા છે, જેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
શું છે સત્ય?
ફેક્ટ-ચેકિંગ વેબસાઇટ ડોનના અહેવાલ મુજબ, બુધવાર, 23 એપ્રિલના રોજ, સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો, જેમાં પહેલગામ આતંકવાદી હુમલાના શંકાસ્પદોનો સ્કેચ હતો. લોકોએ કહ્યું કે આ તસવીર પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમ જેવી લાગે છે. જોકે, આમાં કોઈ સત્ય નથી. અહેવાલો અનુસાર, આ વાયરલ ફોટો એડિટ કરવામાં આવ્યો છે. સેના દ્વારા જાહેર કરાયેલો ફોટો બાબર આઝમના ફોટા જેવો બિલકુલ નથી લાગતો.
ફેક્ટ ચેકમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમનો પહેલગામ આતંકવાદી હુમલા સાથે કોઈ સંબંધ નથી. સેના દ્વારા જાહેર કરાયેલ આતંકવાદીનો ફોટો પાકિસ્તાની ખેલાડી સાથે મેળ ખાતો નથી.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની વિશ્વભરમાં નિંદા થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ખેલાડીઓએ પણ હુમલામાં માર્યા ગયેલા લોકો માટે ન્યાયની માંગ કરી છે. વિરાટ કોહલીએ પણ આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો છે. પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. મોહમ્મદ સિરાજે પોતાની પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે ‘કોઈ કારણ, કોઈ માન્યતા, કોઈ વિચારધારા ક્યારેય આવા શૈતાની કૃત્યને યોગ્ય ઠેરવી શકે નહીં. આ કેવા પ્રકારની લડાઈ છે? જ્યાં માનવ જીવનનું કોઈ મૂલ્ય નથી.