સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ ઐયર સાથે T20 મુંબઈ લીગ 2025 માટે 8 આઈકોન ખેલાડીઓમાં પૃથ્વી શોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લીગ 26 મે થી 8 જૂન સુધી રમાશે.
આઈપીએલ 2025 ની ઓક્શનમાં પૃથ્વી શોને કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો, પરંતુ હવે તેને આ લીગમાં એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે જોવામાં આવશે. તેની સાથે અજિંક્ય રહાણે, શિવમ દુબે, તુષાર દેશપાંડે, શાર્દુલ ઠાકુર અને સરફરાઝ ખાનને પણ આઈકોન પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
પૃથ્વી શોએ કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સ દ્વારા તેને રિલીઝ કરવામાં આવ્યો હતો અને કોઈપણ IPL ટીમ દ્વારા તેને ખરીદવામાં આવ્યો ન હતો. કેટલાક ફેન્સને લાગ્યું કે તે ચેન્નાઈ સુપર કિંગ્સમાં ઋતુરાજ ગાયકવાડનો સારો વિકલ્પ બની શક્યો હોત, પરંતુ CSK એ તેના બદલે યુવા ખેલાડી આયુષ મ્હાત્રેને પસંદ કર્યો.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ ટીમનો હતો ભાગ
પૃથ્વી શો ગયા સિઝનમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનારી મુંબઈ ટીમનો ભાગ હતો. તેને 9 મેચમાં 197 રન બનાવ્યા. આ વખતે IPLથી દૂર રહેવા છતાં, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર અને અજિંક્ય રહાણે જેવા ખેલાડીઓ પોતપોતાની ટીમો માટે સારું પ્રદર્શન કરી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં 10 મેચમાં 427 રન બનાવ્યા છે અને તે શાનદાર ફોર્મમાં છે.
MCA પ્રમુખે કહી મોટી વાત
શ્રેયસ ઐયર હાલમાં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરી રહ્યો છે અને તેને 9 મેચમાં 288 રન બનાવ્યા છે. અજિંક્ય રહાણે આ સિઝનમાં KKR માટે શ્રેષ્ઠ બેટ્સમેન સાબિત થયો છે. તેને અત્યાર સુધીમાં 9 મેચમાં 271 રન બનાવ્યા છે.
મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના પ્રમુખ અજિંક્ય નાઈકે જણાવ્યું હતું કે, “અમને 8 મહાન ખેલાડીઓનો સમાવેશ કરવાનો આનંદ છે જેમને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મુંબઈને ગૌરવ અપાવ્યું છે. આ ખેલાડીઓ મુંબઈ ક્રિકેટની પરંપરા, મહેનત અને સફળતાના પ્રતીક છે.”
તેમની હાજરી યુવા ખેલાડીઓને શીખવાની અને પ્રેરણા મેળવવાની તક આપશે. અમે ભારતના ભાવિ સ્ટાર્સને ઓળખવા અને તેમને ઉછેરવા માટે સંપૂર્ણપણે સમર્પિત છીએ. લીગમાં આ સ્ટાર ખેલાડીઓની હાજરી તેના સ્તરને આગલા સ્તર પર લઈ જશે અને દર્શકોને એક યાદગાર અનુભવ પ્રદાન કરશે.