3321 બ્લડ બેગ એટલે કે આશરે 10 લાખ સીસી માનવ રક્ત એકત્ર થયું
સી.આર.પાટીલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સેવા પ્રકલ્પો સાથે ષષ્ઠિપૂર્તિની ઉજવણી
અગ્ર ગુજરાત, રાજકોટ
સર્વધર્મ સમભાવ સમિતિ દ્વારા જાણીતા સમાજ શ્રેષ્ઠી મૌલેશ ઉકાણીની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે તા.15 ઓક્ટોબરને રવિવારના રોજ પ્રથમ નોરતાના શુભ દિવસે આયોજિત વિશ્વબંધુ મહારક્તદાન મહોત્સવમાં રેકોર્ડબ્રેક રક્તદાન થયું. જેમાં 3321 બ્લડ બેગ એટલે કે આશરે 10 લાખ સીસી માનવ રક્ત એકત્ર કરી રાજકોટની સાત ઉપરાંત અમદાવાદ સિવિલની બલ્ડ બેંકને રેકોર્ડબ્રેક રક્તદાન કર્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં ભા.જ.પા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, રાજ્યના સમાજ કલ્યાણ ખાતાના મંત્રી ભાનુબેન બાબરીયા, કૃષિમંત્રી રાઘવજી પટેલ, શ્રમ રોજગાર અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહન કુંડારીયા, સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી, કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા, તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે પૂજનીય અને સન્માનિય સ્થાન ધરાવતા જામનગરના આણદાબાવા સેવા ટ્રસ્ટના ગાદીપતિ દેવિપ્રસાદ સ્વામિજી, આત્મિય યુનિવર્સીટીના ત્યાગ વલ્લભ સ્વામીજી, રાજકોટના ધારાસભ્યો ડો. દર્શિતા શાહ, રમેશ ટીલાળા, રાજકોટના મેયર નૈનાબેન પેઢળીયા, ડેપ્યુ. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. ચેરમેન જયમીન ઠાકર, ઉપરાંત અનેક શૈક્ષણિક, સામાજીક, ધાર્મિક અને આરોગ્ય સંસ્થાઓના આગેવાનો જેમાં અરવિંદ પટેલ, મુકેશ શેઠ, જયરામ વાસાડીયા, સર્વાનંદ સોનવાણી, રાજુ કાલરીયા, યુસુફ માકડા, આઇએમએ પ્રમુખ ડો.પારસ શાહ, ડો. અમિત હાપાણી, ડો. બબિતા હાપાણી, ડો.યોગેશ મહેતા સહિત તબીબો, બિલ્ડર્સ એસો. ના પરેશ ગજેરા, હરીશ લાખાણી, ઉપરાંત સમાજના તમામ ક્ષેત્રોના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
આ કેમ્પમાં રાજકોટ શહેરની તમામ બ્લડ બેંકો ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક, રાજકોટ સિવિલ બ્લડ બેન્ક, નાથાણી બ્લડ બેન્ક, સૌરાષ્ટ્ર વોલિએન્ટરી બ્લડ બેન્ક, રેડ ક્રોસ બ્લડ બેન્ક, જીવનદીપ બ્લડ બેન્ક, તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વાર સેવા અપાઈ હતી. આ બ્લડ ડોનેશન કેમ્પની સાથે અંગદાન, ચક્ષુદાન, ત્વચા દાન તેમજ વૃક્ષારોપણ, જીવદયા, પર્યાવરણ અંગેની જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમના અંતે મૌલેશ ઉકાણીની રકતતુલા કરવામાં આવી હતી. મૌલેશભાઇ ઉકાણીને ૬૦ વર્ષ પૂર્ણ થતા હોય દરેક દશકની એક એમ ગણી ૬ વખત રક્તતુલા કરવામાં આવી હતી. આ સાથે સ્વૈચ્છિક રક્તદાન દ્વારા એકત્ર રકતથી વિશ્વ વિક્રમ પણ સ્થપાયો હતો.
રાજકોટ સર્વ ધર્મ સમભાવ સમિતિ દ્વારા તમામ રક્તદાતાઓને તુલસીના રોપા સહિતની આકર્ષક સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ગાર્ડી વિદ્યાપીઠના હોમિયોપેથ, આયુર્વેદ તેમજ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, ઉપરાંત એનસીસી, એનએસએસ, અને કડવા પાટીદાર સમાજ સહીત અનેક શૈક્ષણિક, સામાજીક, અને સેવાકિય સંસ્થાઓના સભ્યો વ્યવસ્થામાં જોડાઇ વોલિએન્ટર્સ તરીકે સેવા આપી આ કેમ્પને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.
આ વિશાળ આયોજનને સફળ બનાવવા માટે મુકેશ દોશી અને ડી.વી. મહેતાની આગેવાનીમાં મનીષ માદેકા, મુકેશ શેઠ, પરાક્રમસિંહ જાડેજા, ડો. ગીરીશ ભીમાણી, જગદીશ કોટડીયા, ભરત ગજીપરા, જયેશ પટેલ, જીતુ ચંદારાણા, ગુણવંત ડેલાવાળા, હરીશ લાખાણી, ડો. પારસ શાહ, અમૃત ગઢીયા, જતીન ભરાડ, ડેનીશ પટેલ, કિરીટ આદરોજા, નરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્ર પાચાણી, સર્વાનંદ સોનવાણી, પ્રભુદાસ પારેખ, ઘનશ્યામ હેરભા, બાકીર ગાંધી અને યુસુફ માકડાની રાહબરીમાં વિશ્વ બંધુત્વ કાર્યકારી (વર્કિંગ) સમિતિના સભ્યો સર્વે અનુપમ દોશી, કલ્પેશ પટેલ, રવિભાઈ ચાંગેલા, સહદેવ ડોડીયા, જયદીપ કાચા, કિશોર રાઠોડ, પરિમલ પરડવા, યશવંત ગૌસ્વામી, ચંદુભાઈ પરમાર, દેવાંગ માકડ, જયેશ સોરઠીયા, નયન રાણપરા, અજય પટેલ, મિતલ ખેતાણી, કલ્પેશ ઊકાણી, સુનીલ વોરા, નલિન તન્ના, સર્વેશ્વર ચૌહાણ, રામ ગરૈયા, સુદીપ મેહતા ,પ્રવીણ ગોંડલિયા, અજય રાજાણી, રાજકુમાર ઉપાધ્યાય, રાણાભાઇ ગોજીયા, વિનુ લોકીલ, વિનુ મણવર, કૌશિક રાબડીયા, ઉપેન મોદી, અરવિંદ સોલંકી, ઇબ્રાહીમ સોની, નીરજ પટેલ, શૈલેષ જાની, અમિત ભાણવડીયા, જીગ્નેશ રાઠોડ, રોનક ગદ્રે, ડેનીભાઈ દધાણિયા, આદિત્ય ચાંગેલા, મંથન દધાણિયા, પાર્થ ગોધાણી તેમજ જ્યોતિબેન ટીલવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.