-
જે પ્રજા તેના ઇતિહાસને ભૂલી જાય છે તેને ઇતિહાસ કદી જ માફ નથી કરતો
-
પાકિસ્તાની આતંકવાદી હૂમલાનો કાળો ઇતિહાસ લાંબો છે. કંદહાર વિમાન અપહરણ, સંસદ ઉપર હૂમલો, અક્ષરધામ હૂમલો, મુંબઇ ર૬-૧૧ની ઘટના આપણે જ ભુલી જઇએ તો વિશ્વ શા માટે યાદ રાખે?
-
પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી હૂમલાની ભારતની ભૂમિ ઉપર કલંકિત કેટલીક ઘટનાના ઘાવ અને તેની તવારીખ સૌ પ્રથમ યાદ કરી લઇએ.
ઘટના -૧ : કંદહાર પ્લેન હાઇજેક : ર૪ ડિસેમ્બરથી ર૯ ડિસેમ્બર ૧૯૯૯. ભારતિય સહિત ૧૭૬ મુસાફરોને ભારતની ભૂમિ ઉપર દિલ્હી વિમાની મથશેથી પ્લેન હાઇજેક કરીને લઇ જવાયા. એક યાત્રિકને ત્રાસવાદીઓએ મારી નાંખ્યો હતો.અનેકને ઇજા કરી હતી.દુબઇ વગેરે સ્થળે થઇ છેલ્લે કંદહારમાં સોદો થયો.વાજપી સરકારના વિદેશ પ્રધાન જસવંતસિંહ અફઘાનિસ્તાન ગયા. દંડવત થઇને અપહ્રુતોની મુકિત કરાવી. બદલામાં મુસ્તાના મસુદ અઝહર સહિત ત્રાસવાદીને કાશ્મિરની જેલમાથી મુકત કરવામાં આવ્યા. આ કાળી નાગે ભારતને ફરી ડંખ આપ્યા..પાકિસ્તાનમાં રહી ભારતના સંસદ ઉપરના હુમલા અને મુંબઇ ર૬-૧૧ના હુમલાને અંજામ આપવામાં મદદ કરી.
ઘટના –ર : ભારતના સંસદ ગૃહ ઉપર હૂમલો. તારીખ ૧3 ડિસેમ્બર ર૦૦૧. પાંચ પાકિસ્તાની ત્રાસવાદીએ હૂમલો કર્યો હતો. દિલ્હી પોલીસના ૬ સુરક્ષા કર્મીઓ અને સંસદ સુરક્ષા સેવાના બે જવાનોના મોત થયા હતા.
ઘટના – 3 : મુંબઇ ટેરર એટેક : તારીખ ર૬-૧૧-ર૦૦૮ સતત ચાર દિવસ તબાહી મચાવી. પાકિસ્તાનથી ત્રાસવાદીઓ આવ્યા. ગોળીબાર અને બોમ્બમારાથી ભારતની આર્થિક રાજધાની ઉપર સતત ચાર દિવસ મોતની હોળી ખેલી. ૧૭પ લોકોને મારી નાંખ્યા હતાં. જેમા મુંબઇ પોલીસના જવાનો અને સૈન્યના અધિકારી તથા સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. એક માત્ર જીવતા પકડાયેલા પાકિસ્તાની અજમલ કસાબે પાકિસ્તાથી તાલીમ લઇને આવ્યાનું કહયુ હતું.
ઘટના – ૪ : અક્ષરધામ હૂમલો : તારીખ ર૪ સપ્ટેમ્બર ર૦૦રફ પાકસ્તાની આતંકીઓએ હૂમલો કર્યો હતો. 33 ભારતિયોને ગોળીએ મારી નાંખવમાં આવ્યા હતાં. ૮૦ થી વધુ ઘાયલ થયા હતાં. જેમાં વધુમા વધુ ગુજરાતી હતાં. બે દિવસ પાકિસ્તાની આતંકવાદીઓએ આતંક મચાવ્યા બાદ તમામને સુરક્ષા દળઓએ ઠાર કર્યા હતાં.
ઘટના -પ: પુલવામા હુમલો : તારીખ ૧૪ ફેબ્રુઆરી : હુમલો કરનાર પાકિસ્તાની આતંકવાદી. હૂમલામાં ભારતના સીઆરપીએફના ૪૦ જવાનોના મોત થયા હતાં. હુમલો ભારતના શ્રીનગર રાષ્ટ્રિય ધોરીમાર્ગ ઉપર થયો હતો.
વિશ્વકપ ક્રિકેટ મેચ : તારીખ ૧૪ ઓકટોબર:સ્થળ અમદાવાદ. ભારતે ક્રિકેટના વિશ્વ કપ મેચમાં પાકિસ્તાનને હરાવ્યુ. ફરક એટલો હતો. આ રમત હતી. ઉપરની પાંચેય ઘટના સાચી હતી.
પાકિસ્તાન સાથે રમત-ગમત,વેપાર,સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના તમામ વ્યહવારોનો વિરોધ કરનાર ભારતિય સૈન્યના નિવૃત મેજર અને પાકિસ્તનના પ્રખર ટીકાકાર યુ-ટયુબર મેજર ગૌરવ આર્યએ પાકિસ્તાન સાથે ભારત સરકારના ક્રિકેટના બિરિયાની કલ્ચરનો જાહેર વિરોધ કર્યો છે. બાળ ઠાકરેના ગયા બાદ પાકિસ્તાનનો સાચો વિરોધ કરનાર નેતા દેશમાંથી અદ્રશ્ય થઇ ગયા છે. વિશ્વકપના સરકાર અને બીસીસીઆઇ યોજીત ઝાકઝમાળ પ્રચાર અને ગૂલશોરમાં મેજર ગૌરવ આર્યની વિરોધનો સૂર દબાઇ ગયો. ભારતિય મિડિયાએ પણ વિશ્વકપના કવરેજ દ્વારા મનોરંજન ઉપર જ ભાર આપ્યો. મેજર ગૌરવ આર્ય સાચુ જ કહે છે કે, સરહદ ઉપર જવાનો પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે શહિદ થાય તેથી ભારતની પ્રજાને શું ફરક પડે છે. ? સરહદની સુરક્ષાનો ઠેકો માત્ર સૈનિકોનો જ છે. ભારતની સરેરાશ પ્રજાનો નહિ.
મેજર ગૌરવ આર્ય તમારો બળાપો સાચો છે. પણ આ બાબતમાં સરકાર કે બીસીસીઆઇનો એકલાનો વાંક કાઢવાની જરૂર નથી. ઇતિહાસ માટે એમ કહેવાય છે કે જે પ્રજા તેમના ઇતિહાસને યાદ નથી રાખતી એ પ્રજાને ઇતાહાસ કદી માફ નથી કરતો. દુશ્મન દેશની ક્રિકેટ ટીમને બિરિયાની દાવત આ પ્રજાને મંજુર હોય તો તમે તેને રોકી ન શકો. તેઓ મેચ જોઇ અને તાળીઓ પાડી શકે તો તમે તેને રોકી ન શકો. તમે દુશ્મન દેશ સાથે ક્રિકેટ રમો તો ન કરે નારાયણ અને ફરી કોઇ વખત આપણા દેશ ઉપર પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી હૂમલો થાય. આવા સંજોગોમાં વિશ્વ તમારી વાત ગંભીરતાથી નહિ લ્યે. તમારા બેવડા ધોરણથી તમારી કટીબધ્ધતાને ફટકો પડશે. વિશ્વનો કોઇ વિચક્ષણ મોંફાટ નેતા તમને મોઢા મોઢ ચોપડાવી પણ શકે છે. કે તમે નકકી કરો પાકિસ્તાન તમારુ દોસ્ત છે કે દુશ્મન.
જે ઇઝરાયલની આજે ભારતમાં ખુબ પ્રસંશા થાય છે એ ઈઝરાયલની એક જ નીતિ છે. ઇઝરાયલના એક પણ નાગરિક ઉપર વિશ્વમાં કયાંય પણ કોઇ આતંકવાદી ઘટના બને તો તેના પાછળના કારસ્તાનીઓ તેમના દુશ્મન ગણાશે. આપણી પ્રજા દ્વિધામાં છે. આપી નેતાગીરી તેના દ્વિધામાં નાંખે છે. ભારત ઇઝરાયલને ટેકો આપે છે. પણ ઇઝરાયલ જેવી બેબાંક નીતિ નથી રાખતુ તે વાસ્તવિકતા છે.