અગ્ર ગુજરાત, રાજકોટ
નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે. જેમાં વિવિધ રીતે માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. રાજકોટના રાજવી પેલેસમાં પરંપરાગત ગરબાનું દર વર્ષ આયોજન કરવામાં આવે છે. રાજવી પેલેસ ખાતે છેલ્લા 16 વર્ષથી નવરાત્રિમાં તલવાર રાસ રમાય છે. ત્યારે આ વખતે પણ રણજીત વિલાસ પેલેસમાં 2 દિવસના ગરબાનું આયોજન ભગીની ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. ક્ષત્રિય સમાજની બહેનો તાલી રાસ, દાંડિયા રાસ, થાલી રાસ, દીવડા રાસ, તલવાર રાસ રમે છે. અહીંયા મહિલાઓ ધારદાર તલવાર સાથે રાસ રમીને ખમીરવંતા આપણા ઈતિહાસની યાદ અપાવી દે છે.
રણજિત વિલાસ પેલેસ ખાતે ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની દીકરીઓ, યુવતીઓ અને મહિલાઓ જોડાઈ હતી. રાણીસાહેબ કાદમ્બરી દેવીના અધ્યક્ષ સ્થાને આ તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજ તો પરંપરાને જાળવી રાખવા માટે કામ કરે છે. તાલી રાસ, થાલી રાસ, દીવડા રાસ, તલવાર રાસનો સમાવેશ થાય છે. પરંપરાગત વેશમાં જ્યારે ક્ષત્રિય સમાજની બહેનોએ તલવાર રાસ રજૂ કરી રાજપૂત સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ કરે છે. જ્યારે આ મહિલાઓ ગ્રાઉન્ડ પર પોતાનો દિલધડક રાસ રમે છે, ત્યારે સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જશે.