મુકેશ દોશી, ડી. વી. મહેતા અને મૌલેશ ઉકાણી પરિવારે રક્તદાતાઑનો આભાર માન્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના કવિ અમૃત ધાયલ હોલ ખાતે તાજેતરમાં મૌલેશ ઉકાણીની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે રાજકોટ સર્વધર્મ સમભાવ સમિતિ દ્વારા યોજાયેલ વિશ્વબંધુ મહા રક્તદાન મહોત્સવમાં રેકોર્ડબ્રેક રક્તદાન કરીને કાર્યક્રમને અપ્રતિમ સફળતા આપવા બદલ મુકેશ દોશી અને ડી.વી. મહેતાની આગેવાનીમાં રાજકોટ સર્વધર્મ સમભાવ સમિતિના નેજા હેઠળ ૪૮થી વધુ જ્ઞાતીઓ અને ૭૦ થી વધુ સંસ્થાઓ, બલ્ડ બેંકો, સ્વયં સેવકો અને રક્તદાતાઓ દ્વારા આ મહોત્સવને અભુતપૂર્વક સફળતા અપાવા બદલ તમામ લોકોને બિરદાવીને તેમનો આભાર વ્યક્ત કરે છે. મુકેશ દોશી, ડી. વી. મહેતા મૌલેશ ઉકાણી પરિવારે આયોજક સમિતિ દ્વારા આ મહોત્સવને પોતાના અખબારો અને ચેનલનાં માધ્યમથી લોકો સુધી પહોંચાડવા બદલ તમામ મીડિયાકર્મીઓનો આભાર વ્યકત કરવામાં આવે છે.
રક્તદાન મહોત્સવમાં કડવા પાટીદાર સમાજ, સમર્પણ ચેરીટેબલ, ટ્રસ્ટ દીકરાનું ઘર, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, મેટોડા GIDC, આજી GIDC, શાપર વેરાવળ GIDC, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ગાર્ડી વિદ્યાપીઠ, આત્મીય યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, આર.કે યુનિવર્સિટી, વિવેકાનંદ યુથ ક્લબ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, સમસ્ત મોઢ વાણિક સમાજ, સમસ્ત જૈન સમાજ, લોહાણા યુવક મંડળ, સમસ્ત બ્રહ્મ સમાજ, સૌરકર્મ સમાજ, રાજકોટ સમાજ, વાત્સલ્ય ટ્રસ્ટ, ગીતાંજલી કોલેજ, ભાલોડીયા કોલેજ, હરીવંદના કોલેજ, સૌ. યુનિ., એનિમલ હેલ્પલાઇન, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો, સમસ્ત સોની સમાજ, વી.વાય.ઓ, યુનાઇટેડ કેર, નાઈસ એન્ડ ન્યુ, KPS ક્લબ, ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ, પંચનાથ હોસ્પિટલ, કણસાગરા મહિલા કોલેજ, પુરુષાર્થ યુવક મંડળ, રાજકોટ પેટ્રોલ પંપ એસો., સમસ્ત આહિર સમાજ, ગાધીયા ફિનસર્વ, રાજકોટ બિલ્ડર્સ એસો., ઇન્ડિયન મેડિકલ એસો. રાજકોટ, સરગમ ક્લબ રાજકોટ, વાત્સલ્ય ટ્રસ્ટ-રાજકોટ, ઉમિયા મહિલા સંગઠન, ઉમિયા યુવા ફાઉન્ડેશન, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ હોદ્દેદારો તથા કારોબારી સભ્યો, દાઉદી વ્હોરા સમાજ, પી. ડી. માલવીયા કોલેજ, સર્વોદય એજ્યુકેશન નેટવર્ક, સમસ્ત સિંધી સમાજ, ઉમિયા પદયાત્રીક પરિવાર રાજકોટ, ઉમિયા ધામ સીદસર, UV ક્લબ, રાજકોટ ડ્રગ મેન્યુફેક્ચર એસો., બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ સીટી પોલીસ જેવા અનેક સમાજ અને સામાજિક, શૈક્ષણિક, ઔદ્યોગિક, સાંસ્કૃતિક ક્ષેત્રની નામાંકિત સંસ્થાઓ જોડાઈ હતી.
આયોજક સમિતિ દ્વારા રાજકોટ વોલિયન્ટરી બેલ્ડ બેન્ક, રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક, ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક, નાથાણી બ્લડ બેન્ક, સૌરાષ્ટ્ર વોલિયન્ટરી બ્લડ બેન્ક અને રેડક્રોસ બ્લડ બેન્ક સહિતની તમામ બ્લડ બેંકોનો, નર્સીંગ સ્ટાફ તેમજ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ આયુર્વેદ તેમજ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ વોલિએન્ટર્સ તરીકે સેવા આપી હતી.
રાજકોટ સર્વધર્મ સમભાવ કમિતિના સભ્યો મનીષ માદેકા, મુકેશ શેઠ, પરાક્રમસિંહ જાડેજા, ડો. ગીરીશ ભીમાણી, જગદીશ કોટડીયા, ભરત ગજીપરા, જયેશ પટેલ, જીતુ ચંદારાણા, ગુણવંતભાઈ ડેલાવાળા, હરીશ લાખાણી, ડો. પારસ શાહ, અમૃત ગઢીયા, જતીન ભરાડ, ડેનીશ પટેલ, કિરીટ આદરોજા, નરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્ર પાચાણી, સર્વાનંદ સોનવાણી, પ્રભુદાસ પારેખ, ઘનશ્યામ હેરભા, બાકીર ગાંધી અને યુસુફ માકડાએ આ મહોત્સવને સફળ બનાવવા જે જહેમત ઉઠાવી હતી.