રાજકોટમાં સ્તન કેન્સર,ગર્ભાશયના મુખના કેન્સરનો રવિવારે ફ્રી નિદાન કેમ્પ યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
છેલ્લા કેટલાય વર્ષોથી દેશ વિદેશોમાં ‘કેન્સરના રોગનું પ્રમાણ વધી રહ્યું છે, તેમાં પણ મહિલાઓમાં વધતા જતા ‘સ્તન કેન્સરને ધ્યાનમાં રાખી તબીબી જગત પણ એલર્ટ બની ગયું છે. મહિલાઓમાં સ્તન કેન્સરનું તેમજ ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રમાણ વધે તે પહેલા જ જાગૃતિ માટેના સંનિષ્ઠ પ્રયાસો તબીબો દ્વારા શરૂ કરવામાં આવ્યા છે જેના ભાગ સ્વરૂપે રાજકોટના રાજનગર ચોક ખાતે આવેલી ફ્લોરેન્સ હોસ્પિટલ દ્વારા દસ વર્ષ પૂર્ણ થતા સ્ત્રીઓના કેન્સર સામે મહા અભિયાન શરૂ કર્યું છે. તા. 10 ડિસેમ્બરના રોજ ૩- જય પાર્ક, રાજનગર ચોક, પંડિત દિનદયાલ ઉપાધ્યાય માર્ગ રાજકોટ ખાતેની ફ્લોરેન્સ હોસ્પિટલમાં વિના મુલ્યે સવારે 9 થી સાંજે 6 કલાક સુધી કેમ્પનું આયોજન કરવામાં આવશે.ઉપરોકત કૅમ્પમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે જેના માટે 9099089107 / 0281 2588877 ઉપરથી માહિતી મળી શકશે. ઉપરોક્ત કેમ્પમાં ગર્ભાશયના મુખના કેન્સર માટે પણ સર્જન દ્વારા સંપૂર્ણ તપાસ, લેબોરેટરી રિપોર્ટ, બાયોપ્સી પરીક્ષણ તદ્દન ફ્રી રાખવામાં આવ્યું છે. સામાજિક સેવાના સહભાગીમાં ડૉ. અમિતા ભટ્ટ (ગાયનેક) સહિતના તબીબોની સેવાનો લાભ મળશે. સમાજ સેવા અભિયાનનો મહતમ લાભ લેવા ફ્લોરેન્સ હોસ્પિટલના તબીબો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.