પ્રેમીના પરીવારજનોએ 181 ટીમની મદદ લઈ યુવતીને તેના વાલીઓને સોંપી
યુવતી સોમનાથ જીલ્લાના પ્રેમી યુવક સાથે રહેવાની જીદ કરતી હોય અભયમ ટીમે કાયદાની સમજણ આપેલ
સોશિયલ મીડિયામાં પ્રેમ થતાં ઘરેથી નીકળી ગયેલ કિશોરીની માતાએ તેની ભાળ મેળવવા વેરાવળ અભયમ ટીમનો સંપર્ક કરતા અભયમ ટીમે કુશળ કાઉન્સિલિંગ કરી કીશોરીનો કબ્જો માતાને સોપેલ હતો
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી યુવકના સંબંધીનો ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ આવેલ જેમાં જણાવેલ કે, સોશિયલ મીડિયામાં રાજસ્થાન રાજ્યના ભરતપુર જિલ્લાની છોકરી અને અમારો છોકરો બન્નેને પ્રેમ થઈ જતાં ૧૬ વર્ષની કિશોરી ઘરેથી નીકળી રાજસ્થાનથી સોમનાથ રેલ્વે સ્ટેશન આવી પહોચેલ જેથી યુવક કિશોરીને ઘરે લઈ આવી તેના માતા પિતાને જાણ કરી દીધેલ અને કિશોરીના માતા-પિતા લેવા માટે આવ્યા પરંતુ તે ૧૬ વર્ષની દીકરી જવા તૈયાર ન હોય તેથી ૧૮૧ માં ફરજ પર રહેલ કાઉન્સેલર મનિષાબેન ધોળીયા અને કોન્સ્ટેબલ વર્ષાબેન નંદાનીયા સ્થળ પર જઈ તે દીકરીનું કાઉન્સિલિંગ કરતા જણાવેલ કે, મારે સોશિયલ મીડિયા ઇન્સ્ટ્રાગ્રામમાં ત્રણ મહિનાથી કોન્ટેક્ટ થયેલ અને વાત – ચીત કરતા પ્રેમ થયેલ તેની જાણ મારા માતા-પિતાને થતાં મને માનસિક ત્રાસ આપતા હતા.
જેથી હું ઘરેથી કહ્યા વગર નીકળી ગઈ અને યુવક સાથે રહેવા માંગુ છું. હવે મારે ઘરે જવું નથી ત્યારબાદ તેને કાયદાના નીતિ નિયમોની સમજ આપી કે લગ્ન કર્યા વગર તે યુવક સાથે રહી ના શકે અને તુ નાબાલિક છે. રહેવા માટે ખુદ નિર્ણય ના લઈ શકે તારા ભવિષ્યનો નિર્ણય તારા માતા પિતા હોય છે. તેમજ તે ૧૬ વર્ષની દીકરીને ભવિષ્યમાં આવનારી પરિસ્થિત વિશે સજાગ કરેલ તેમજ તેનો અભ્યાસ ચાલુ હોવાથી તેમાં ધ્યાન આપવા કહેલું અને ખુદ પગભર થા. જ્યારે તારી ઉંમર પુખ્તવય થાય ત્યારે તુ ખુદ નિર્ણય લેજે અને લગ્ન કરવા માટે હજી તુ પરિપક્વ નથી. છેલ્લે તેના માતા સાથે જવા તૈયાર થયેલ અને તેના માતાએ તેની દિકરીને ત્રાસ નહિ આપે તેમજ સારી રીતે રાખશે તેવી બાહેધરી આપી સ્થળ પર મરીન પોલીસ સ્ટેશન માંથી પી.સી.આર. માં ફરજ બજાવતા હે.કો. વિનુભાઈ ડોડીયા, પો.કો. ભાવેશભાઈ સહીતની હાજરીમાં સગીર દિકરીને સહી સલામત તેની માતાને સોપેલ હતી.