MICQ દ્વારા સૌથી વધુ પિંક ક્રોશેટ સ્કાર્ફ બનાવવાના વિશ્વ વિક્રમમાં રાજકોટના એક માત્ર મહિલા મીનાબેન પટેલ પિંક ક્રોશેટ સ્કાર્ફ બનાવી વિશ્વ વિક્રમનો હિસ્સો બન્યા
વિશ્વ વિક્રમ ઇવેન્ટ પૂર્ણ થયા બાદ મીનાબેન પટેલે પોતે બનાવેલ પિંક સ્કાર્ફ રાજકોટ કેન્સર હોસ્પિટલમાં ડોનેટ કર્યા
કેન્સર પેશન્ટને લોકો અનેક રીતે મદદ કરતા હોય છે ત્યારે કેન્સર પેશન્ટને મદદરૂપ થવા એક નવો વિશ્વ વિક્રમ ચેન્નઈની એમ.આઇ.સી.ક્યુ સંસ્થા દ્વારા સ્થાપવામાં આવ્યો. મધર ઇન્ડિયાઝ ક્રોશેટ ક્વીન દ્વારા ચેન્નાઇમાં સમગ્ર વિશ્વમાંથી મહિલાઓ દ્વારા બનાવાયેલા સ્કાર્ફ એકઠા કરવામાં આવ્યા હતા અને આ સ્કાર્ફ કેન્સરથી પીડિત પેશન્ટને આપવામાં આવ્યા આ વિશ્વ વિક્રમ દ્વારા સમગ્ર વિશ્વના હજારો કેન્સરના દર્દીઓને મદદ મળી હતી.
MICQ દ્વારા નવો 5મો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો આ સફળ પ્રયાસ હતો જેના દ્વારા કેન્સર વોરિયર્સના ચહેરા પર સ્મિત લાવવા માટેનો હેતુ સાધવામાં આવ્યો.આ વિશ્વ વિક્રમમાં ખાસ પ્રકારના સ્કાર્ફ બનાવવા આવ્યા હતા જેમાં ગુલાબી રંગના બે થી ત્રણ શેડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્કાર્ફની સાઈઝ 60″ લંબાઈ અને 8″ પહોળાઈ છે. આ વિશ્વ વિક્રમમાં સમગ્ર વિશ્વ અને ભારતમાંથી મહિલાઓ જોડાઈ હતી ત્યારે ગુજરાત અને રાજકોટમાંથી મીનાબેન પટેલ એકમાત્ર મહિલા છે કે જેઓએ આ વિશ્વ વિક્રમમાં ભાગ લીધો હતો. આ બાબત તેઓએ જણાવ્યું કે આ વિશ્વ વિક્રમ માટે બધા ચેન્નાઇ ખાતે એકઠા થયા હતા અને અમુક લોકોએ પોતે બનાવેલા સ્કાર્ફ ત્યાં આપી દીધા હતા જ્યારે મે 40 થી વધુ હેન્ડ મેડ ક્રોશેટ આર્ટ ના બનાવેલા સ્કાર્ફ રાજકોટ કેન્સર હોસ્પિટલમાં દર્દીઓને ડોનેટ કર્યા છે.
MICQ ના સ્થાપક સુબા નટરાજન,પ્રમુખ રૂબા મુરાલી તેમજ પ્રેરણા દાસ કાર્યરત છે. સર્જનાત્મકતા સશક્તિકરણ સાથે સંકળાયેલી MICQ એ માત્ર એક સંસ્થા નથી, તે એક એવી ચળવળ છે જે ક્રોશેટની કલાત્મકતાને ઉજવે છે. તેના મુખ્યત્વે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે.આ યાત્રા સર્જનાત્મકતા, સ્થિતિસ્થાપકતા અને મહિલાઓની અદમ્ય ભાવનાની પરિવર્તનશીલ શક્તિનો પુરાવો છે. MICQ પર મહિલાઓના ઉત્થાન અને સશક્તિકરણ માટે કૌશલ્ય વિકાસની શક્તિમાં વિશ્વાસ સાથે કામ કરવામાં આવે છે.આ સંસ્થાનું ધ્યેય મહિલાઓને તેમની પ્રતિભા દર્શાવવા અને નાણાકીય સ્વતંત્રતા મેળવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે.