એ-ડીવીઝન પોલીસ સ્ટેશન નજીક જ ચાલતી જુગાર કલબ પર ડીસીપીને દરોડો પાડવો પડે એ જ સૂચવે છે કે પોલીસે કયાંક આંખ આડા કાન કર્યા છે!
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં એવરેસ્ટ બિલ્ડીંગમાંથી પકડાયેલા જુગાર કલબનો સૂત્રધાર ડીસમીસ્ડ પોલીસમેન મહમદહુસેન પઠાણ ઉર્ફે ખાનભાઇના પુત્ર હોવાનું બહાર આવ્યું છે. લીમડા ચોક નજીક એવરેસ્ટ બિલ્ડીંગમાં નવમાં માળે ઓફિસ નંબર ૯૦૬ ખુશ્બુ એન્ટરપ્રાઇઝમાં ડીસમીસ્ડ પોલીસમેન મહમદહુશેન પઠાણ ઉર્ફે ખાનભાઈના પુત્ર મોસીન દ્વારા ચલાવાતી ઘોડીપાસાની કલબ ઉપર એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો અને દરોડામાં રાજકોટ, ધોરાજી, ગોંડલ, પડધરી, જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાંથી જુગાર રમવા આવેલા ૨૫ જુગારીઓને રૂ.૨.૮૫ લાખની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતાં.
એ-ડીવીઝન પોલીસ સ્ટેશનથી માત્ર ૧૦૦ મીટર દૂર ચાલતા જુગારના પાટલા પર ડીસીપીને દરોડો પાડવો પડે તે સ્થિતિ એવુ દર્શાવે છે કે નજીકના પોલીસ સ્ટેશન સહિતના વિવિધ બ્રાંચોને આ જુગાર કલબની જેમ જાણ થઇ નહી અથવા આંખ આડા કેમ કાન કરવામાં આવે બીજી તરફ આ જુગાર કલબનો સંચાલક ખુદ પોલીસમેન પુત્ર હોવાનું જયારે સામે આવ્યું છે ત્યારે પોલીસ કમિશનર હવે આવા દુષણો સામે કેવા પગલાં લે છે તેના પર મીટ મંડાઇ છે.
અત્રે ઉલ્લેખનીય રહેશે કે ગઇકાલે જુગાર રમતા ડીસમીસ્ડ પોલીસમેન મહમદહુશેન પઠાણ ઉર્ફે ખાનભાઈના પુત્ર પરસાણાનગરના મોસીન મહમદહુશેન પઠાણ, જંગલેશ્વરના અગાઉ જુગાર ક્લબ ચલાવવામાં સપડાયેલા નામચીન તનવીર રફીકભાઈ શીશાંગીય સહિત વિગેરે ૨૫ શખ્સો ઝડપાઇ ગયા હતાં.