મોદી,અમિત શાહ,રાહુલ,પ્રિયંકા સહિતના સ્ટાર કેમ્પેનર ચૂંટણીના પ્રવાહ,પરિણામ પટલશે
આગામી ૭મી મે’ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થશે. મતદારોને રીઝવવા માટે ગુજરાતના પ્રવાસે આગામી સપ્તાહમાં ભાજપ કોંગ્રેસના ટોચના નેતાઓ આવી રહયા છે. જેમાં ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના સ્ટાર કેમ્પેનર ગુજરાતના પ્રવાસે આવી રહયા છે. એ જ રીતે કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત નેતાઓ ગુજરાતમાં અનેક શહેરોમાં જાહેર સભા સંબોધશે. પબ્લીક રેલી યોજશે.
લોકસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ કયાંય ચિત્રમાં નહોતી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઇ રહયા હતાં. પરંતુ રાજકોટ ભાજપના ઉમેદવાર અને પીઢ નેતા પરસોતમ રૂપાલાના એક વિધાને સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં વિરોધનો સૂર ઉભો થઇ ગયો. જે શમી જવાને બદલે આગળ વધ્યો. રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની જીદ ભાજપના નેતાઓ ન સ્વીકારી. રૂપાલા અડિખમ રહયા અને ક્ષત્રિય આંદોલન રૂપાલાને બદલે ભાજપ તરફ ફંટાયુ. જો કે, રતનપર સંમેલન બાદ સંમેલન બાદ ક્ષત્રિય સમાજનું આંદોલનની તિવ્રતા ઘટી છે. અનેક સ્થળે સી.આર.પાટીલ, હર્ષ સંઘવી,મુખ્યમંત્રી અને ભાજપના ક્ષત્રિય નેતાઓ દ્વારા બંધ બારણે અને જાહેરમાં ક્ષત્રિયનો રોષ શમાવવા બેઠકો યોજતાં રહયા. જે આજની તારીખે પણ ચાલુ છે. ક્ષત્રિય મહિલાઓના આંદોલન નોંધપાત્ર રીતે ઓછા થઇ ગયા છે. પરંતુ ક્ષત્રિય સમાજે કરેલા વિરોધ અને ભાજપ વિરોધી મતદાનની અસર કેટલી થાય છે તેનો સસ્પેન્સ છેવટ સુધી જળવાઇ રહેશે. ર૦૧૯ની વિધાનસભાની ચૂંટણી સમયે પાટીદાર આંદોલન આ જ રીતે છેવટ સુધી ખેંચાયુ હતું. જેથી ભાજપને ભારે નુકસના ભોગવવું પડયુ હતુ. જોકે આજે હાર્દિક સહિતના એ સમયના આંદોલનના નેતા આજે ભાજપમાં ઠરી ઠામ થઇ ગયા છે. હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપને વિકાસનો પ્રચાર કરવાને બદલે ડેમેજમેનેજમેન્ટમાં શકિત અને સમય આપવા પડયા છે.
હવે વડાપ્રધાનની પ્રચંડ લોકપ્રિયતા અને અમિત શાહની વ્યુહરચના અને નેતૃત્વ શકિતથી ભાજપ છેલ્લા તબકકામાં ચૂંટણી પ્રચારથી ચિત્ર પલટાવી શકે છે એ ઉપર સમગ્ર મતદાનનો મિજાજ બનશે. વડાપ્રધાનની લોકપ્રિયતા ગુજરાતમાં ભાજપ માટે સૌથી મોટુ જમા પાસુ છે. વડાપ્રધાન સૌરાષ્ટ્રમાં જામનગર અને જૂનાગઢ ખાતે જાહેર સભા અને જામકંડોરણા ખાતે અમિત શાહની સભા બાદ પવન પલટાશે એવી ભાજપને મોટી આશા છે.