મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ પ્રાથમિક શાળા તેમજ જ્ઞાનજ્યોત વિધાલયમાં વિધાર્થીઓને તાલીમ આપવાનું ચાલુમાં છે. જેમા સ્ટુડન્ટ પોલીસ કેડેટની તાલીમ લઇ રહેલા જ્ઞાનજયોત વિધાલયના એસ.પી.સી. રાહુલભાઇ વિજયભાઇ સોલંકીને ગત તા.૧૩ના રોજ નવલખી રોડ ઉપરથી એક મોબાઇલ ફોન મળી આવતા તેણે તેમને તાલીમ આપતા બી ડીવી પો.સ્ટે.ના ડ્રિલ ઇન્સ્ટ્રકટર તુષારભાઇ કણઝરીયા તથા કાજલબેન કટકીયા જાદવને જાણ કરી મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશને ફોન જમા કરાવેલ જે મોબાઇલ ફોનના માલિકની ખરાઇ કરી બી ડીવી પોલીસ દ્રારા મો.ફોનના મુળ માલિક હેમુભાઇ ભવાનભાઇ ચાવડા કોળી ઉવ.૩૮ રહે.નવા જાંબુડીયાના રહેવાસીને પરત સોંપવામાં આવેલ છે.