રાજકોટ જિલ્લામાં તમામ ઓક્સિજન પ્લાટની મોકડ્રીલમાં તમામ પ્લાન્ટ સબ સલામત જોવા મળ્યા
કોરોના વખતે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને પૂરતો ઓક્સિજન મળી રહે તે માટે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા આવ્યા હતા જે ચાલું છે કે નહીં તેની ચકાસણી કરવા માટે રાજય સરકારના અધીનિયામક આરોગ્ય ખાતાની સુચનાના અનુસંધાને ગઈ કાલે રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે કે નહીં તેની મોકડીલ યોજવામાં આવી હતી અને તમામ પ્લાન્ટ કાર્યરત જોવા મળ્યા હતા. કેન્દ્ર સરકારની સુચના મુજબ રાજ્યમાં આવેલા તમામ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે કે નહીં તે માટે દર બે ત્રણ મહીને આ પ્રકારની મોકડ્રીલ યોજવામાં આવે છે તેમ આરોગ્ય શાખાના સુત્રોએ જણાવ્યું હતું.
કોરોનાની બીજી વેવમાં લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતી હતી અને એકાએક ઓક્સિજનની કમી જોવા મળતા રાજયની તમામ સીવીલ હોસ્પિટલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક અસરથી ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા હતા અને આ તમામ પ્લાન્ટ કાર્યરત છે કે નહીં તે માટે બે દિવસ પહેલા રાજયના અધિનિયામક આરોગ્ય શાખાની સુચનાના અનુસંધાને ગઈકાલે રાજકોટ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં એક સાથે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે કે નહીં તે અંગેની મોક ડીલ યોજવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લામાં આવેલ જસદણ, ગોંડલ, ઉપલેટા, ધોરાજી, પડધરી, લોધીક તથા ગામોમાં આવેલ ૧૪ જેટલા ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે કે નહીં તે અંગે મોકડ્રીલ યોજવામાં આવી હતી જે તમામ કાર્યરત હોવાનુ જોવા મળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ચીનમાં અસંખ્ય લોકો નવા પ્રકારના તાવમાં પટકારયા છે જેમાં ખાસ કરીને બાળકો અને યુવાનોમાં ઝડપભેર પ્રસરી રહેલા આ તાવથી કોરોના જેવી મહામારીનો ખતરો મડરારાઈ રહ્યો છે ત્યારે તકેદારીના પગલા રૂપે પણ આ મોકડ્રીલ યોજવામાં આવી હોય તેવુ માનવામાં આવી રહ્યું છે.