આ કાર્યક્રમને સફળ બનાવવા ઇટર્નલ ઇવેન્ટના કો.ફાઉન્ડર નૈમિષ જોશી તથા અભિ કાસુન્દ્રા પણ કાર્યરત
અગ્ર ગુજરાત,રાજકોટ
હવે સંગીત એ બેસીને, તાલીનો પ્રતિસાદ આપીને સાંભળવાના દિવસો ગયા. યુથને માટે આજે સંગીત જલસો છે. સંગીતના તાલે ઝૂમવુ,થિરકવુ અને સંગીતના દરિયામાં ખોવાઇ જવાનો નવો ટ્રેન્ડ છે. મ્યુઝિક કોન્સર્ટનો ટ્રેન્ડ દેશના મહાનગર મુંબઇ અને અન્ય મેટ્રોમાં લોકપ્રિય બન્યો છે. હવે રાજકોટમાં પણ આ ટ્રેન્ડ સેટ થઇ રહયો છે. રાજકોટની ઇવેન્ટ ઇન્વેન્શન કંપનીએ તેના લોન્ચીંગ પ્રોગ્રામમાં જ લોકપ્રિય ગાયિકા ઇશાની દવે અને જીગરા તરીકે જાણીતા જીગરદાન ગઢવીનો બે દિવસના મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કર્યુ છે.
આગામી તારી ર3 અને ર૪ ડિસેમ્બરના રોજ મોમેન્ટ પાર્ટી પ્લોટ સ્પોર્ટસ વિલા ખાતે બે દિવસનો ફોક મ્યુઝિક કોન્સર્ટ યોજાશે. સાથે સાથે અડધો ડઝન જાણીતી ફુડ બ્રાન્ડની ઉપસ્થિતિ વચ્ચે ફુડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. મ્યુઝિક કોન્સર્ટના આયોજક ઇટર્નલ ઇવેન્ટના ડો.ધવલ પટેલના જણાવ્યા મુજબ આ ફોક મ્યુઝિક કોન્સર્ટમાં સંગીતપ્રેમીઓએ માત્ર લોકસંગીત અને ફયુઝન સાંભળવા નથી આવવાનું. તેનો હિસ્સો બનવા આવવાનું છે. અતિ આધિનક મ્યુઝિક સિસ્ટમ ટ્રસ અને કોન્સર્ટ લાઇટના માહોલ વચ્ચે જ્યારે ખ્યાતનામ ગાયક ઇશાની દવે અને જીગરદાન ગઢવી (જીગરા) સંગીત પ્રેમીઓને ડોલાવશે ત્યારે તમે રાજકોટમાં છો કે મુંબઇમા તેનો પણ ખ્યાલ નહિ રહે. આ કાર્યક્રમને સફળ બનાવવા ઇટર્નલ ઇવેન્ટના કો.ફાઉન્ડર નૈમિષ જોશી તથા અભિ કાસુન્દ્રા પણ કાર્યરત છે.
- ર3-ર૪ ડિસેમ્બર ઇશાની દવે અને જીગરદાન ગઢવીની મ્યુઝિક કોન્સર્ટ
- ઇટર્નલ ઇવેન્ટ કંપનીનું પાવરપેક આયોજન : યુથને સંગીત માત્ર માણવા નહિ કોન્સર્ટનો ભાગ બનવા ડો.ધવલ પટેલનું આમંત્રણ
- મોમેન્ટ પાર્ટી પ્લોટ સ્પોર્ટસ વિલા ખાતે આયોજન : સાથે મલ્ટીકયુઝિન ફૂડ ફેસ્ટિવ
ઇટર્નલ ઇવેન્ટ રાજકોટમાં નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાના ઇવેન્ટ લાવશે : ડો. ધવલ પટેલ
ઇટર્નલ ઇવેન્ટના ડો.ધવલ પટેલના જણાવ્યા મુજબ સામાન્ય રીતે મુંબઇ અને દેશના મેટ્રો સિટીમાં કોઇ પણ ઇવેન્ટનો ટ્રેન્ડ શરૂ થાય છે. રાજકોટ હવે ખુબ વિકસી ગયુ છે. સૌરાષ્ટ્રનું પાટનગર છે. નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાના ઇવેન્ટનું આયોજન કરવુ હોય ત્યારે આજે પણ લોકો મુંબઇની કે મોટા શહેરોની ઇવેન્ટ કંપની તરફ નજર દોડાવે છે. મોટા કોન્સર્ટ કે ઇવેન્ટ રાજકોટમાં પ્રમાણમા નહિવત થાય છે. રાજકોટની આ કમી દૂર કરવા અને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને બેસ્ટ ઓફ ધ બેસ્ટ ઇવેન્ટનો આનંદ મળે એ માટે અમોએ ઇટર્નલ ઇવેન્ટ કંપનીનો પ્રારંભ કર્યો છે. જેમા આ ક્ષેત્રની બેસ્ટ ટેલન્ટને સાથે લીધી છે. અમે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીથી એક કદમ આગળ ઇવેન્ટ ઇન્વેન્ટર કંપની એટલે કે નવા નવા લોકપ્રિય અને રાજકોટ સૌરાષ્ટ્રમા હજુ ટ્રેન્ડમા ન આવ્યા હોય એવા ઇવેન્ટનું નિયમિત અંતરે આયોજન કરીશુ.