મખાનામાંથી બનેલ વિવિધ વાનગી આરોગીને પણ તેનો ફાયદો મેળવી શકાય છે
અગ્ર ગુજરાત, રાજકોટ
મખાના ખૂબ જ આરોગ્યપ્રદ ડ્રાયફ્રુટ છે જેમાં ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ફોસ્ફરસની માત્રામાં ભરપુર હોય છે. મખાના નુ સેવન જુદી જુદા પ્રકારે કરી શકાય છે ઘી મૂકીને શેકીને ખાઈ શકાય છે દૂધમાં ઉકાળીને ખાઈ શકાય છે તેનો શીરો પર બનાવી શકાય છે અને અન્ય વાનગીઓમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે ઘીમાં શેકીને વિવિધ મસાલા છાંટીને ખાવાથી મખાના સ્વાદિષ્ટ લાગે છે કોઈ પણ રીતે મખાનાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મખાનાના અગણિત લાભ છે ત્વચા વાળ ચહેરાને ચમકદાર બનાવે છે તું સાંધા હાડકાના દુખાવાને દૂર કરે છે.
- વજન ઘટાડવામાં મદદગાર છે મખાના:મખાનામાં સારી માત્રામાં ફાઈબર હોય છે, તેથી તેનું સેવન કરવાથી તમારુ પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેના કારણે તમે વારંવાર ખાવાનું ટાળો છો. તેથી, જો તમે આહારમાં મખાનાનો સમાવેશ કરો , તો તે તમને વધતા વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
- સ્કિનમાં ગ્લો આવશે:જો તમે મખાનાને દૂધમાં ઉકાળીને તેનું સેવન કરો છો તો તે તમારા હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. તે જ સમયે, તેના ઉપયોગથી, તમારી ત્વચા અને વાળ બંને સ્વસ્થ અને ચમકદાર બને છે. એટલું જ નહીં તે તમારા વાળને મજબૂતી પણ આપે છે.
- થાક થાય છે દૂર:જ્યારે શરીરમાં ફ્રી રેડિકલ્સ વધવા લાગે છે ત્યારે તેના કારણે વ્યક્તિને શારીરિક અને માનસિક તણાવ રહેવા લાગે છે. પરંતુ જો તમે દૂધમાં પલાળેલા મખાના ખાશો તો તેનાથી તમારો થાક અને નબળાઈ દૂર થઈ શકે છે.
- તનાવ દૂર કરે છે: મખાનામાંએન્ટીઑક્સિડેન્ટ્સ ગુણ હોય છે, જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને તણાવને ઓછો કરે છે.
- હાડકાં મજબૂત બને છે:મખાના અને દૂધ બંને કેલ્શિયમના બહુ સારા સ્ત્રોત ગણાય છે. કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે. એટલે જ જો સાંધા કે હાડકાંમાં દુખાવો રહેતો હોય તો, દૂધમાં પલાળેલા મખાનાનું સેવન કરી શકાય છે.
- મખાનાના સેવનથી સ્વાસ્થ્ય સાથે સૌંદર્યમાં પણ ફાયદો થાય છે.
- ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે મખાના.