ગાબા ટેસ્ટ ડ્રો થયા બાદ ટીમ ઈન્ડિયાના ચાહકોને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ઓફ સ્પિનર આર અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી. અશ્વિને ગાબા ટેસ્ટ સમાપ્ત થતાંની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ અશ્વિને કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રેસ કોન્ફરન્સમાં આવીને સત્તાવાર જાહેરાત કરી હતી. આ પછી રોહિત શર્મા સાથે પ્રેસ કોન્ફરન્સમાં કંઈક એવું થયું જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. વાસ્તવમાં પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે પૂજારા, રહાણે અને અશ્વિન હવે અન્ય રોલમાં જોવા મળશે, જેના પર રોહિત શર્માએ કહ્યું- અરે ભાઈ, તમે લોકો મને મારી નાખશો. જાણો કેમ રોહિતે આવું કહ્યું?
તમે લોકો મને મરાવી નાખશો…!
રોહિત શર્માને અશ્વિન, પૂજારા અને રહાણે પર સવાલ પૂછવામાં આવતા જ તેણે કહ્યું, ‘અરે ભાઈ, ખાલી અશ્વિને નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તમે લોકો મને મરાવી નાખશો. રહાણે-પુજારા બંને અત્યારે રમી રહ્યા છે. જો તેઓ સારું રમશે તો ટીમમાં આવી શકે છે.’ રોહિતના આ નિવેદન બાદ પ્રેસ કોન્ફરન્સમાં બધા હસવા લાગ્યા. રોહિતને એ પણ પૂછવામાં આવ્યું હતું કે શું આ પ્રવાસમાં અન્ય કોઈ સરપ્રાઈઝ મળી શકે છે, જેના પર ભારતીય કેપ્ટને કહ્યું – ના. અત્યારે તો કંઈ નથી.
રોહિત-વિરાટ પણ લેશે સંન્યાસ?
એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ જીતવામાં અસમર્થ રહે છે અથવા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી શકતી નથી તો વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહી શકે છે. બંને ખૂબ જ ખરાબ ફોર્મમાં છે. વિરાટે હજુ પણ પર્થમાં સદી ફટકારી હતી પરંતુ રોહિતની હાલત ઘણા સમયથી ખરાબ છે. હવે જોવાનું એ રહે છે કે મેલબોર્ન અને સિડનીમાં શું થાય છે.
ભારત પાસે ફાઇનલમાં પહોંચવાની હજુ તક
પર્થ ટેસ્ટ ડ્રો રહી હતી પરંતુ ટીમ ઈન્ડિયા પાસે હજુ પણ ફાઈનલમાં પ્રવેશવાની તક છે. ટીમ ઈન્ડિયાએ કોઈપણ ભોગે મેલબોર્ન અને સિડની ટેસ્ટ જીતવી પડશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં શું વળાંક આવે છે તે જોવું રહ્યું. તમને જણાવી દઈએ કે હાલમાં ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને અને દક્ષિણ આફ્રિકા પ્રથમ સ્થાને છે.