લેફટ અને રાઇટ મિડિયા નેરેટિવ્ઝ જોઇએ તો બન્ને બાજુ ગેમ બરાબરની જામી છે
ચોથા તબકકામાં ગઇ કાલે ૧૦ રાજયોની ૯૬ બેઠક ઉપર આશરે ૬3 ટકા જેટલું મતદાન થઇ ગયા બાદ દેશની ધડકન રોમાંચક પરિણામ માટે વધી છે. પશ્ચિમ બંગાળમાં હિંસાની કેટલીક ઘટનાઓ વચ્ચે મતદાન થયુ હતું. જે ૭પ.૯૪ ટકા સહુથી વધુ હતું. કાશ્મિરમાં આર્ટિકલ 3૭૦ હટાવ્યા બાદ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી યોજાઇ હતી. શ્રીનગરમાં માત્ર 3૬.પ૮ ટકા જ મતદાન થયુ. જો કે આ મતદાન ચૂંટણી પંચના દાવા મુજબ દસકામાં સહુથી વધુ મતદાન છે.
આંધ્રપ્રદેશમાં ૬ટ.૧ ટકા, બિહારમાં પપ.૯૦ ટકા, ઝારખંડમાં ૬3.3૭ ટકા , મધ્યપ્રદશમાં ૬૮.૬3 ટકા, મહારાષ્ટ્રમાં ૬૮.૮પ ટકા તેલંગાણામાં ૬૧.3૯ ટકા ઉતરપ્રદેશમાં પ૭.૮૮ ટકા મતદાન થયુ છે.
દેશભરમાં થયેલા મતદાનનો ટ્રેન્ડ માપવાના બે ત્રણ મુખ્ય પેરામિટર્સ છે. જેમાં સૌ પ્રથમ રિલાયેબલ સોર્સ લોકલ મિડિયા છે. ત્યાર બાદ સ્વતંત્ર બ્લોગર્સ હાલ સારૂ કામ કરી રહયા છે. ગોદી મિડિયામાં અથવા કોઇની શેહશરમમાં નથી આવતાં એવા કેટલાક બ્લોગર્સ સતત ધુળ ધોયાનું કામ કરી રહયા છે. ત્યાર બાદ નેશનલ લેવલના કેટલાક મિડિયા હાઉસે ટી.વી. સિવાયની તેમની ડિજિટલ ચેનલોને વધુ તેજ ઇનપુટ અને કેસપર્ટથી અપડેટ રાખી છે. આ આ સિવાયના નેશનલ પ્રિન્ટ મિડિયા અને ટી.વી. વગેરેમાંથી તમામ પ્રવાહોનું ઇનપુટ લઇ તેને સ્થાનિક સ્થીતિ સાથે સરખાવીને થોડો અંદાજ મેળવ શકાય. અહિં ચોથા તબકકાની ચૂંટણી બાદ દેશના મિડિયા શું કહે છે એ અથવા લોકોને લોકપ્રિય સાંભળવુ છે એ કહેવાની જજમેન્ટલ વાત નથી.
પરંતુ જે સૂર નિકળે છે તેને સાંભળવાની અને સમજવાની વાત છે. દેશમા હાલ લેફટ નેરેટિવ્ઝ ધરાવતું મિડિયા અનઓર્ગેનાઇઝ પણ ઓર્ગેનાઇઝડ છે. તેમની ચાઇના મોડેલથી પહેલેથી જ નેરેટિવ્ઝ સેટ કરવામાં માસ્ટરી રહી છે. બીજા તબકકા બાદ આ મિડિયા વીંગ ખુબ ઉત્સાહમાં આવી ગઇ છે. એક બાદ એક તબકકામાં ચૂંટણી પ્રવેશી રહી છે તેમ તેમ તેમની ડિબેટનો સૂર ભાજપ,એનડીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરોધી થઇ ગયો છે સિનિયર પત્રકારો અને અન્ય કેટલાક અખબારોના વરીષ્ઠ પત્રકારોએ આ ડિબેટમાં તેમના એક ધારા વિચારો અને ગ્રાઉન્ડ સપોર્ટ આપ્યા છે એ ઉપરથી ચિત્ર ખુબ સસ્પેન્શ,રોમાંચ,થ્રિલરવાળુ ઉભુ થાય છે. છેલ્લા થોડા સમયથી પ્રો-મોદી,પ્રો બીજેપી,પ્રો – એનડીએ સોશિયલ મિડિયાના અવાજ આત્મવિશ્વાસમાં પહેલાં જેવો દમ ખમ નથી દેખાતો.
પરંતુ આંતરપ્રવાહો ઓળખવામાં કોણ થાણ ખાય એ કહેવાય નહી. ગત ચુંટણીમાં યુ.પી.ના પરીણામોએ ભાજપને જે જબ્બર વિજય અપાવ્યો અને દિલ્હીનો માર્ગ પ્રશસ્ત કર્યો ત્યારે એક પણ મિડિયા આ બાબતે છાતી ઠોકીને બોલ્યુ નહોતું. ત્યારથી ભુગર્ભમાં ચાલ્યા ગયેલા સેફોલોજીસ્ટો ફરી મેદાનમાં આવ્યા છે. સપાટી ઉપર તેમના ઓબ્ઝર્વેશ ચિત્ર ધુમિલ કરે છે. ચોથા તબકકાના મતદાન બાદ દેશના લગભગ પ૦ ટોપ સેફોલોજીસ્ટો અને ઓલ્ટરનેટ મિડિયા ચેનલોનો સૂર એવ ઉભો થાય છે કે નરેન્દ્ મોદી રપ૦ બેઠકની અંદર સમેટાઇ જશે. ર૭ર બેઠક સાદી બહુમતી માટ જોઇએ. સામે પ્રો –બીજેપી ચેનલો અને મિડિયા હજુ 33૦ બેઠકનો દાવો કરે છે.
ભાજપ વિરોધી નિષ્ણાતો મોદીને સાઉથમાં નુકસાન છે તે બતાવે જ છે. સાથે સાથે પશ્ચીમ બંગાળમાં,મહારાષ્ટ્માં,ઉતરપ્રદેશમાં,બિહારમાં અને હરિયાણામાં મોટુ નુકસાન થશે તેવી આગાહિ કરે છે. કદાચ ગુજરાતમાં એક થી ત્રણ બેઠકના નુકસાનની આગાહિઓ પણ તેઓ કરે છે. અમ ગત વખતની ભાજપની 3૦3 બેઠક અને એનડીએ સહિત 3પ૦ બેઠકમાં ૮૦ બેઠકનું ગાબડું જોવાય છે. જે સ્વીકારી લેવું વહેલુ છે. પરંતુ એક વાત ચોકકસ છે કે આ વખતે ચૂંટણી બાયપોલર થઇ છે. બન્ને કોઇ એક તરફી મતદાન નથી થતું દ્વિપક્ષી મતદાન થાય છે. રામમંદિર અને રાષ્ટ્રવાદના મુદાને બદલે સ્થાનિક મુદાઓ હાવી થઇ ગયા છે. ઇન્ડિયા ગઠબંધને છેલ્લી ઘડીએ ઠીક ઠીક એજન્ડા સેટ કરી લીધો છે યુ.પી.બિહાર,મહારાષ્ટ્ર,પંજાબ,દિલ્હી,હરીયાણા અને સાઉથમાં નરેન્દ્ર મોદીનો અશ્વમેઘ રથ રોકવાનું આ વિપક્ષોનું ઇન્ડિયા ગઠબંધનનું લક્ષ્ય છે. ધારણાઓ વચ્ચે ફરી એક વખત ભાજપનો ઘોડો વીનમાં જશે કે દેશમાં મોટો રાજકિય અપસેટ સર્જાશે ? હંગ પાર્લામેન્ટનો ચુકાદો આવશે ? આવા અનેક સવાલો દીલની ધડકન વધારે છે. ચોથા તબકકા સુધીમા ૭૦ ટકા મતદાન થઇ ગયુ છે. હવે ત્રણ તબકકાના મતદાન બાદ દેશની નજર ૪ જુન ઉપર હશે. ૪ જુને ઇવીએમ કહેશે નરેન્દ્ર મોદી દેશમાં સતત ત્રીજી વખત સરકાર બનાવશે કે ભારતની લોકશાહિના ભાગ્યમાં નવી સરકાર હશે. ?