સાંસદ પરશોત્તમ રૂપાલાએ ખેડૂતો સાથે ખેતીની સમસ્યાઓ અને તેના ઉકેલો અંગે ચર્ચા કરીસાંસદ પરશોત્તમ રૂપાલાએ ખેડૂતો સાથે ખેતીની સમસ્યાઓ અને તેના ઉકેલો અંગે ચર્ચા કરી
કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી, ખેત ઓજારો વગેરે વિશે માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, જૂનાગઢજૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- તરઘડીયા ખાતે તા.23થી 27 સપ્ટેમ્બર દરમિયાન કૃષિ ટેકનોલોજી વિકનું તથા ક્રિષક સ્વર્ણ સમૃદ્ધિ વિકની ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમમાં રાજકોટના જિલ્લા ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી, ખેત ઓજારો વગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગઇકાલે એટલે કે 27 સપ્ટેમ્બરના રાજકોટ લોકસભાના સાંસદ પરશોત્તમ રૂપાલા, ભૂતપૂર્વ કૃષિમંત્રી ગોવિંદ પટેલ, બોમ્બે સુપર હાઇબ્રીડ સીડ્સ લિમિટેડ કંપનીના મેનેજીંગ ડીરેક્ટર પીન્ટુ પટેલ, મુખ્ય સુકી ખેતી સંશોધન કેન્દ્રના વડા ડો. ડી. એસ. હીરપરા, કૃષિ ઈજનેરી પોલીટેકનીક કોલેજના આચાર્ય ડો.આર.એમ.સતાસિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તરઘડીયાના સીનીયર સાયન્ટીસ્ટ અને હેડ ડો.જી.વી.મારવિયા તેમજ કૃષિ વૈજ્ઞાનિકો ડો.જે.એચ.ચૌધરી, ડી.પી.સાનેપરા, ડો.જે.એન.ઠાકર, ડો.એમ.એમ.તાજપરા, હેતલબેન પડસુંબિયા અને સમગ્ર સ્ટાફગણ સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.કૃષિ ટેકનોલોજી વિકની ઉજવણીના કાર્યક્રમની શરૂઆતમાં ડો.જી.વી.મારવિયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં ટેક્નોલીજી વીકનું મહત્વ અને આજના સમયમાં ખેતીને ટકાવી રાખવા માટે જુદી જુદી ટેકનોલોજી વિશે તેમજ જરૂરી પગલાઓ અંગે તલસ્પર્શી માર્ગદર્શન ખેડૂતોને પૂરું પાડવામાં આવ્યું હતું. કે.વિ.કે. ના જુદા-જુદા વૈજ્ઞાનિકો દ્વારા વિષયને અનુરૂપ માર્ગદર્શન અપાયું હતું. સાંસદ પરશોત્તમ રૂપાલાએ ખેડૂતોને ખેતીની આજના સમયની સમસ્યાઓ અને તેના ઉકેલો અંગે વિસ્તૃત ચર્ચા કરેલ. સાથે ખેડૂતો ખેતીને વધુ ઉતમ કેવી રીતે બનાવી શકે અને તેમાંથી વધુ આર્થિક વળતર કેવી રીતે મળી શકે તેવી પણ ચર્ચા કરેલ અને ખેડૂતનું જીવન વધુ સુંદર કેવી રોતે બને તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે ભૂતપૂર્વ કૃષિમંત્રી ગોવિંદ પટેલ દ્વારા સામાજિક રિવાજોની સાથે ખેતીને વધુ મહત્વ આપીને ખેડૂત પોતે જ ખેતી કરતો કેમ થાય ? અને આજના સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતીને આધુનિક કેમ બનાવી શકાય ? તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. બોમ્બે સુપર હાઇબ્રીડ સીડ્સ લિમિટેડ કંપનીના મેનેજીંગ ડીરેક્ટર પીન્ટુ પટેલે ખેડૂતોને પુરા પાડવામાં આવતા વિવિધ બિયારણ અને તેના રિજલ્ટ દ્વારા કંપનીનું સીડ્સની દુનિયામાં કેવી રીતે આગવું સ્થાન છે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.કૃષિ વૈજ્ઞાનિક સો. જે. એચ. ચૌધરી દ્વારા કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન કર્યું હતું અને કાર્યક્રમના અંતે ઉપસ્થિત સાંસદ, ભૂતપૂર્વ કૃષિમંત્રી, બોમ્બે સુપર હાઇબ્રીડ સીડ્સ લિમિટેડ કંપનીના મેનેજીંગ ડીરેક્ટર, વિજ્ઞાનિકો અને ઉપસ્થિત ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો હતો.
કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી, ખેત ઓજારો વગેરે વિશે માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, જૂનાગઢજૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- તરઘડીયા ખાતે તા.23થી 27 સપ્ટેમ્બર દરમિયાન કૃષિ ટેકનોલોજી વિકનું તથા ક્રિષક સ્વર્ણ સમૃદ્ધિ વિકની ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમમાં રાજકોટના જિલ્લા ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી, ખેત ઓજારો વગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગઇકાલે એટલે કે 27 સપ્ટેમ્બરના રાજકોટ લોકસભાના સાંસદ પરશોત્તમ રૂપાલા, ભૂતપૂર્વ કૃષિમંત્રી ગોવિંદ પટેલ, બોમ્બે સુપર હાઇબ્રીડ સીડ્સ લિમિટેડ કંપનીના મેનેજીંગ ડીરેક્ટર પીન્ટુ પટેલ, મુખ્ય સુકી ખેતી સંશોધન કેન્દ્રના વડા ડો. ડી. એસ. હીરપરા, કૃષિ ઈજનેરી પોલીટેકનીક કોલેજના આચાર્ય ડો.આર.એમ.સતાસિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તરઘડીયાના સીનીયર સાયન્ટીસ્ટ અને હેડ ડો.જી.વી.મારવિયા તેમજ કૃષિ વૈજ્ઞાનિકો ડો.જે.એચ.ચૌધરી, ડી.પી.સાનેપરા, ડો.જે.એન.ઠાકર, ડો.એમ.એમ.તાજપરા, હેતલબેન પડસુંબિયા અને સમગ્ર સ્ટાફગણ સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.