ઉનાળુ વેકેશનનો સદ્ઉપયોગ કરવાના હેતુ સાથે અદાણી સ્પોર્ટ્સલાઈન શહેરમાં બાસ્કેટબોલ સમર કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યું છે. 1 મેથી 31 મે દરમિયાન આ કેમ્પનું આયોજન અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અદ્યતન સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે થશે. આ સમર કેમ્પ 6થી 18 વર્ષની વયજૂથના તમામ બાળકો (છોકરા-છોકરી) માટે આયોજન થશે.
પ્રોફેશનલ બ્રેકગ્રાઉન્ડ ધરાવતા અનુભવી કોચ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે
જેમાં બેઝિકથી લઈને એડવાન્સ્ડ લેવલ સુધીના તમામ ખેલાડીઓને આવરી લેવામાં આવશે. જે બાસ્કેટબોલ રમવા ઈચ્છુકોને રમત શીખવવા અને પોતાની કુશળતા વધારવાની તક આપશે. આધુનિક સુવિધાઓ અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે અનુભવી કોચના નેતૃત્વમાં વ્યક્તિગત તકનીકો અને ટીમ વ્યૂહરચનાઓને આવરી લેતાં સ્કીલ ડેવલપ કરી શકાશે. સહભાગીઓને મનોરંજક અને અનુકૂળ માહોલમાં વ્યક્તિગત તાલીમ મળશે.
યુવાનોમાં સ્પોટર્સનો જુસ્સો વધારવા પ્રયત્ન
જેમાં શૂટિંગ, ડ્રિબલિંગ, પાસિંગ, ડિફેન્સ અને ટીમ પ્લે જેવા રમતના મૂળભૂત સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ કેમ્પ ટીમવર્ક અને સ્પોર્ટ્સમેનશીપને પોષવા વિવિધ મેચ અને ટુર્નામેન્ટનું પણ આયોજન કરશે. આ કેમ્પ અદાણી સ્પોર્ટ્સલાઈનના ઉનાળુ વેકેશન દરમિયાન યુવાનોમાં સ્પોર્ટ્સ પ્રત્યેનો જુસ્સો વધારવા તેમજ શારીરિક તંદુરસ્તીને પ્રોત્સાહન અને શિસ્ત સ્થાપિત કરવાના વ્યાપક વિઝનનો એક ભાગ છે.
રજીસ્ટ્રેશનની વિગત:
- વહેલાં તે પહેલાંના ધોરણે 5% ડિસ્કાઉન્ટ અને 10% ગ્રુપ રજીસ્ટ્રેશન ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
- મર્યાદિત બેઠકો ઉપલબ્ધ હોવાથી 30 એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે.