- દિલ્હીમાં વધી રહ્યું છે વાયુ પ્રદૂષણ
- અમેરિકી રાજદૂતે કરી દીધી ટિપ્પણી
- દિલ્હીમાં સતત વધી રહ્યો છે AQI
શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. દિવસ જાય તેમ દિલ્હીના વાયુ પ્રદૂષણના સમાચારો વેગ બનીને પ્રસરી રહ્યા છે. દિલ્હીમાં સતત ગગડી રહેલી એર ક્વોલિટીને લઇને રાજ્ય સરકાર ચિંતિત છે. પ્રદૂષણને કંટ્રોલમાં લેવા વિવિધ પ્રયાસો કરી રહ્યા છે તેવામાં અમેરિકી રાજદૂત ગાર્સેટીએ આ અંગે ટિપ્પણી કરી છે.
ગાર્સેટીને આવી ગઇ લોસ એન્જલસની યાદ
દિલ્હીમાં અમેરિકી રાજદૂત ગાર્સેટીએ કહ્યું કે દિલ્હીમાં આવીને મને લોસ એન્જલસની યાદ આવી ગઇ. જ્યારે દિલ્હીની જેમ લોસ એન્જલસની પણ હવા પ્રદૂષિત હતી. તેમણે તે સમયની યાદોને વાગોળતા કહ્યું કે અમેરિકામાં જ્યારે હવા પ્રદૂષિત હતી ત્યારે શિક્ષકો દ્વારા ચેતવણી આપવામાં આવતી હતી કે તમે બહાર રમવા ન જશો. જેમ આજે મારી પુત્રીને તેની ટીચર ચેતવણી આપી.
દિલ્હીમાં વધી રહ્યું છે પ્રદૂષણ
જેમ જેમ શિયાળો નજીક આવતો જાય છે એમ દિલ્હી સિટી ગેસ ચેમ્બર બનતું જાય છે. પ્રદૂષણને કારણે વહેલી સવારથી લઈને મોડી રાત સુધી ધૂમ્મસ જેવું હવામાન જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં સતત પાંચમા દિવસે શ્વાસ લેવા માટે જોખમી એવી હવાનું સ્તર નોંધાયું હતું. વહેલી સવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હળવા ઝાકળ જોવા મળી હતી. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી ગયો છે.1 નવેમ્બરે તો દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં AQI 400ને સ્પર્શી ગયો હતો. તેથી ગંભીર શ્રેણીમાં નોંધાયો હતો.
દિલ્હીમાં સ્થિતિ સૌથી ગંભીર
દિલ્હીના કેટલાક વિસ્તારોમાં AQI 400 થી વધુ નોંધવામાં આવ્યો હતો. જ્યારે મોટાભાગના વિસ્તારોમાં AQI 300 થી વધુ હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં AQI 423 નોંધવામાં આવ્યો હતો. જે ગંભીર શ્રેણીમાં આવે છે. બવાનામાં પણ AQI 400 થી વધુ નોંધાયો હતો. નોઈડાના સેક્ટર 125 વિસ્તારમાં AQI 306 નોંધવામાં આવ્યો હતુો. સેક્ટર 62 વિસ્તારમાં AQI 382 નોંધાયો હતું. સેક્ટર 1 માં AQI 321, સેક્ટર 116 માં AQI 317 નોંધાયો હતું. ગાઝિયાબાદની વાત કરીએ તો ઈન્દિરાપુર વિસ્તારમાં AQI 243, લોનીમાં AQI 288, સંજય નગર વિસ્તારમાં AQI 325 અને વસુંધરામાં AQI 260 નોંધવામાં આવ્યો હતો.