અમેરિકન એરલાઈન્સની ડલ્લાસથી મિનેપોલિસ જતી ફ્લાઈટમાં એક અનોખી ઘટના બની જ્યારે પ્લેનની અંદર પાણી ભરાઈ ગયું. આ ઘટના ત્યારે બની જ્યારે પ્લેનના પાછળના ભાગે આવેલા વોશરૂમમાંથી પાણી વહેવા લાગ્યું. થોડી જ વારમાં આખો માળ પાણીથી ભરાઈ ગયો. જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ, પેસેન્જર હિલેરી સ્ટુઅર્ટ બ્લેઝેવિકે આ ઘટનાનો એક વીડિયો બનાવ્યો, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે વિમાનની પાંખમાં પાછળથી પાણી વહી રહ્યું છે અને આગળ વધી રહ્યું છે. બ્લેઝેવિકે કહ્યું કે એક મહિલાએ ફ્લાઈટ સ્ટાફને વોશરૂમનો ઉપયોગ કર્યા બાદ લીક થવા અંગે જાણ કરી હતી. એક ફ્લાઇટ એટેન્ડન્ટે પાણી રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયો.
વહેતા પાણીને જોઈને મુસાફરો ડરી ગયા હતા
બ્લેઝેવિકે કહ્યું કે તે સંપૂર્ણપણે અવિશ્વસનીય હતું અને જ્યારે તેઓને સમજાયું કે તેઓ પાણી બંધ કરી શકતા નથી ત્યારે થોડો ગભરાટ હતો. ગંદા પાણીથી બચવા માટે મુસાફરોએ પોતાનો સામાન અને પગ ફ્લોર પરથી ઉપાડવા પડ્યા હતા.
ફ્લાઇટમાં પાણી આવી જવુ એ થોડુ ટેન્શનનો વિષય તો ખરો જ. જ્યા જુઓ ત્યાં પાણી જ પાણી લોકો ઘબરાયેલા હતા કે આ શુ થયુ? આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ટિકટોક પર આ વીડિયો 72 લાખથી વધુ વખત જોવામાં આવ્યો 61,000થી વધારે લાઇક્સ મળ્યા.
સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે રિએક્શન
વીડિયો કમેન્ટ્સ સેક્શનમાં 1,700થી વધારે પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઇએ ડર વ્યક્ત કર્યો તો કોઇએ મજાક કર્યો. એકે તો મજાકમાં લખ્યુ કે કલ્પના કરો પ્લેનની અંદર હવા ચાલી રહી છે કે ડૂબવુ કેવુ લાગે છે.