ગાંધીનગર
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આજે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અમદાવાદના મણિપુર ગોધાવીની ટીપી સ્કીમ નંબર 429ની જમીન કે જે 50 ટકા રાહતદરે એટલે કે 122 કરોડની કિંમતે જમીન કૌભાંડ કરવાના ગંભીર આક્ષેપો અમિત ચાવડા દ્વારા લગાવવામાં આવ્યા છે સમગ્ર કેસમાં તેમને વધુમાં જણાવ્યું હતું કે મણિપુર ગોધાવી ખાતે આવેલી જમીન સંસ્કારધામ ને 50% રાહત દરે ભાડા પટ્ટા પર આપવામાં આવી હતી તે અન્ય બે કંપનીઓને બારોબાર 50% ભાવે આપીને મોટું કૌભાંડ આચરવાની પેરવી થઈ રહી છે અહીં ઉલ્લેખનીય છે કે ગત 8 ડિસેમ્બરે ઔડાની બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી હતી આમ ભાજપ દ્વારા કરોડોનું કૌભાંડ આચરાતું હોવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર લગાવ્યા હતા