રૂપલબેન રાઠોડ અને મનીષભાઈ રાઠોડ મેંગો પીપલ પરિવાર અને મુસ્કાન સંસ્થા દ્વારા કરે છે શિક્ષણ અને સેવાનું બેજોડ કાર્ય
રાજકોટ તથા જામનગરની ઝૂંપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો ને જ્ઞાન અને સંસ્કારોનું સીંચન થાય તે માટે મેંગોપીપલ પરીવારે શિક્ષણની જયોત પ્રગટાવી છે.રાજકોટમાં ગોંડલરોડ, રૈયાધાર , લાલપરી તળાવ અને અટીકા જેવા અલગ – અલગ વિસ્તારોમાં તથા જામનગરમાં સાત રસ્તા પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે તથા સાંઈબાબા મંદીર પાસેની ઝૂપડપટ્ટીમાં ઘટાદાર વૃક્ષની છાયડામાં અથવા મંદીર પરીસરમાં મેંગોપીપલ પરીવારના ફ્રી એજયુકેશન કલાસ ચાલે છે. જેમાં મજુર વર્ગ, સ્લમ વિસ્તાર અને ઝૂપડપટ્ટીના બાળકોને નિઃશુલ્ક જ્ઞાન અને સંસ્કાર અપાય છે. ૪૫ બાળકોથી શરૂઆત કરી. આજે ઝૂંપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના ૨૫૦ થી પણ વધુ બાળકો મેંગોપીપલ પરીવારના એજયુકેશન કલાસમાં આવતા થયા છે.
મેંગો પીપલ પરિવાર સાથે “પ્રોજેકટ મુસ્કાન” નો પણ પ્રારંભ કર્યો જેમાં સ્લમ વિસ્તારોના બહેનોને એકઠી કરી, સેનટરી પેડની સમજણ આપવી અને ફ્રી માં સેનેટરી પેડ વિતરણ કરવા જેવી પ્રવૃત્તિ શરૂ કરી. રૂપલબેન અને મનીષભાઈ આ દંપતીએ, “પ્રોજેકટ મુસ્કાન” દ્વારા જરૂરીયાતમદ સ્લમ વિસ્તારોની માત્ર દિકરીઓની સરકારી શાળાઓ , આંગણવાળી કેન્દ્રો અને હોસ્ટેલ તથા કન્યા છાત્રાલયોમાં પણ નિઃશુલ્ક પેડ વિતરણ શરૂ કરેલ . ધીમે ધીમે આ એક ટીમવર્ક થવા લાગ્યું ‘. રાજકોટ, જામનગર ઉપરાંત, ધ્રોલ, જોડીયા, ભાદર જેવા નાના સેન્ટરમાં પણ પેડ વિતરણ કરવામાં આવે છે.
જરૂરીયાતમંદ બહેનો આર્થિક રીતે પોતાના પગભર બની શકે તે આશયથી રૂપલબેન “મુસ્કાન ગૃહઉદ્યોગ” ની સ્થાપના કરી અને આ બહેનોને બજારભાવ કરતા ખુબ જ નીચા ભાવે પેડના પેકીંગ કરી આપવાનું શરૂ કર્યું. માત્ર બે રૂપિયામાં પેડ મળી રહે તેવા આશયથી મુસ્કાન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા. આજે ૩૩ થી વધુ બહેનો મુસ્કાન કેન્દ્ર દ્વારા પેડનું વેચાણ કરી રહી છે અને તેનો ઉપયોગ પણ કરી રહી છે.જોતજોતામાં મેંગોપીપલ પરીવાર આજે દસ વર્ષથી કાર્યરત છે અને પ્રોજેક્ટ મુસ્કાન પણ છેલ્લા છ વર્ષથી સતર્કમ કરી રહેલ છે. હવે તો જરૂરીયાતમંદ દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડની સાથે નિઃશુલ્ક અન્ડરગાર્મેન્ટ પણ વિતરણ કરાય છે. જેના માટે મુસ્કાન મેજીક બોક્સ બનાવેલ છે.