- બાંગ્લાદેશ વર્લ્ડ કપના સેમિફાઈનલમાંથી થયું બહાર
- વર્લ્ડ કપની મધ્યમાં ઓલરાઉન્ડર ખેલાડી ઘરે પરત ફર્યો
- બાંગ્લાદેશની પાકિસ્તાન સામે 7 વિકેટે હાર થઈ હતી
વર્લ્ડ કપ 2023 ચરમસીમાએ છે. તેની વચ્ચે એક પછી એક દેશના ખેલાડીઓ દ્વારા ટીમને મોટો ફટકા પડી રહ્યા છે. પહેલા ભારતને ઝટકો લાગ્યો છે. હાર્દિક ઈજાગ્રસ્ત થતા તે ટીમમાંથી બહાર થયા છે. તેમજ તેની વાપસી પર પણ સવાલો થઈ રહ્યા છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્લેન મેક્સવેલ ઈજાગ્રસ્ત થયા અને મિશેલ માર્શ અંગત કારણોસર સ્વદેશ પરત ફર્યા હતા. ત્યારબાદ હવે બાંગ્લાદેશના ખેલાડી લિટન દાસ વર્લ્ડ કપ વચ્ચે સ્વદેશ પરત ફર્યા છે. તેમજ બાંગ્લાદેશની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
વર્લ્ડ કપ વચ્ચે લિટન દાસ સ્વદેશ પરત ફર્યો
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2023માં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. તેણે અત્યાર સુધી 7 મેચ રમી છે અને માત્ર એક જ મેચ જીતી છે. હવે બાંગ્લાદેશે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવાની છે. આ દરમિયાન ટીમને વધુ એક આંચકો લાગ્યો છે. લિટન દાસ ઘરે પરત ફર્યા છે. કૌટુંબિક કારણોસર તે ઘરે ગયો છે. બાંગ્લાદેશે આગામી મેચ શ્રીલંકા સામે રમવાની છે. આગામી 6 નવેમ્બરે બંને ટીમો આવશે આમને-સામને.
એક અહેવાલ અનુસાર, લિટન દાસ પારિવારિક ઈમરજન્સીના કારણે ઘરે પરત ફર્યા છે. જોકે, તે 3 નવેમ્બર સુધીમાં ટીમ સાથે જોડાશે અને ટ્રેનિંગમાં પણ ભાગ લેશે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના મીડિયા મેનેજરે જણાવ્યું કે તે પારિવારિક ઈમરજન્સીના કારણે ગયો છે. તે 3જી નવેમ્બર સુધીમાં દિલ્હીમાં ટીમ સાથે જોડાશે. બાંગ્લાદેશની આગામી મેચ શ્રીલંકા સામે છે, જે 6 નવેમ્બરે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
વર્લ્ડ કપમાં બાંગ્લાદેશનું ખરાબ પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ટીમ માત્ર એક મેચ જીતી હતી. જો આપણે આ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની વાત કરીએ તો તે છે મહમુદુલ્લાહ. તેણે 6 મેચમાં 274 રન બનાવ્યા છે. લિટન દાસ બીજા સ્થાને છે. લિટને 7 મેચમાં 225 રન બનાવ્યા છે. મુશ્ફિકુર રહીમે 7 મેચમાં 171 રન બનાવ્યા છે. મેહદી હસન મિરાજે 169 રન બનાવ્યા છે.
બાંગ્લાદેશે પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે 6 વિકેટે જીત મેળવી હતી. પરંતુ આ પછી તેને સતત હારનો સામનો કરવો પડ્યો છે. બાંગ્લાદેશને ઈંગ્લેન્ડે 137 રનથી હરાવ્યું હતું. ન્યુઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. ભારતે 7 વિકેટે પરાજય આપ્યો હતો. જ્યારે સાઉથ આફ્રિકાને 149 રનથી હરાવ્યું હતું. તેમજ બાંગ્લાદેશની ટીમ નેધરલેન્ડ સામે પણ જીતી શકી નથી. તેને પાકિસ્તાને 7 વિકેટે હરાવ્યું હતું.