બાંગ્લાદેશમાં વધુ એક ભારત વિરોધી અભિયાન સામે આવ્યું છે. હિઝબુલ તહરિર સંગઠન હેઠળ દેશના રસ્તાઓ પર મુસ્લિમ એકતાનું આહ્વાન કરવામાં આવ્યું છે અને ભારતને દુશ્મન દેશ જાહેર કરવાની માગ કરવામાં આવી રહી છે.
બાંગ્લાદેશની તાજેતરની સ્થિતિ પછી ઘણા લોકો બાંગ્લાદેશ સાથે વેપારનો બહિષ્કાર કરવાનું આહ્વાન કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં કપાસની નિકાસ બંધ કરવામાં આવે તેવી માગ છે અને આ બધું હોવા છતાં બાંગ્લાદેશમાં ભારત વિરોધી અવાજ બુલંદ બની રહ્યો છે. બાંગ્લાદેશના રસ્તાઓ પર ભારતને દુશ્મન દેશ જાહેર કરવાની માગ સાથે પેમ્ફલેટ વહેંચવામાં આવી રહ્યા છે.
દેશના વિવિધ મુખ્ય સ્થળોએ આવા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આજે સોમવારે બાંગ્લાદેશ જઈ રહ્યા છે. તે પહેલા આ તસવીર બાંગ્લાદેશની સડકો પર કેપ્ચર કરવામાં આવી છે, જે ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં વધુ અંતર લાવી શકે છે.
કઈ સંસ્થાએ પેમ્ફલેટનું વિતરણ કર્યું?
બાંગ્લાદેશના પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ-ઉલ-તહરીએ ભારતને દુશ્મન રાષ્ટ્ર જાહેર કરવાની માગણી કરતું પેમ્ફલેટ પ્રકાશિત કર્યું છે. રાજધાની ઢાકામાં પણ રસ્તાઓ પર કાગળો પડેલા જોવા મળે છે. ઝુંબેશ પુસ્તિકા હિઝબુલ-તહરિરના સંગઠન હેઠળ મુસ્લિમ એકતા બનાવવાનું કહે છે. બે પાનાના પ્રચાર પેમ્ફલેટમાં ભારતને ‘દુશ્મન’ ગણાવવામાં આવ્યું છે.
દક્ષિણ એશિયામાં ખિલાફતની માગ
એવો દાવો કરવામાં આવ્યો છે કે બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં ‘ખિલાફત’ની સ્થાપનાનું નેતૃત્વ કરશે. જે ભારતે બાંગ્લાદેશને આઝાદી અપાવી, જે ભારત પર હવે બાંગ્લાદેશને અનેક બાબતોમાં ભરોસો કરવો પડે છે, એ જ બાંગ્લાદેશના લોકો ભારતને પોતાનો દુશ્મન જાહેર કરવાની માગણી કરી રહ્યા છે અને ત્યાંની સરકાર મૌન છે! કટ્ટરપંથી આક્રમણને રોકવા માટે યુનુસ સરકારની તૈયારી કેટલી હદે છે તેના પર હવે સવાલો ઉભા થઈ રહ્યા છે.
લઘુમતીઓ સામે હિંસા વધી રહી છે
ભારત 5 ઓગસ્ટથી બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા પર સવાલ ઉઠાવી રહ્યું છે. પરંતુ સરકાર આ હિંસાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી છે. ભારતના વિદેશ સચિવની મુલાકાત દરમિયાન બંને દેશોના નેતાઓ વચ્ચે આ મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે છે.