આરોગ્ય શાખા દ્વારા રહેણાંક માં ૩૪૫ અને કોર્મશીયલ ૧૦૪ આસામીને નોટીસ આ૫વામાં આવી
હાલ રાજકોટ શહેરમાં મચ્છર જન્ય રોગચાળો ને લઈને ભરડો ફાટી નીકળ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના, આરોગ્ય શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મચ્છર જન્ય રોગો માં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા હાલ જોવા મળી રહ્યો છે ત્યારે આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા નાથવા માટે માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવયું છે.
. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, ત્યારે વધુ જનસમુદાય હોય તેવા સ્થ ળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.
મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે.
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. આ રોગચાળા ને નાથવા મનપા ના આરોગ્ય શાખા દ્વારા પોરા નાશક કામગીરી તથા ફોગીંગ નું કામ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
હાલ ડેન્ગ્યુ ના 162 જેટલા કેસ આરોગ્ય શાખા દ્વારા નોંધાયા છે ત્યારે મલેરીયા ના 26 અને ચિકનગુનિયા ના 24 જેટલા કેસ આરોગ્ય શાખા દ્વારા નોંધાયા છે ત્યારે ડેન્ગયું રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૩૯ જગ્યાઓ (બાંઘકામ સાઇટ, સ્કુલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં ૩૪૫ અને કોર્મશીયલ ૧૦૪ આસામીને નોટીસ આ૫વામાં આવેલ તથા રૂા.૩૬,૭૦૦/- નો વહિવટી ચાર્જ કરી દંડ વસુલવામાં આવ્યો હતો.
હાલ ડેન્ગ્યુ તથા મલેરીયા થી બચવા માટે rmc દ્વારા લોકોને કરાયા સૂચિત
(૧) પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ.
(૨) પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.
(૩) ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ.
(૪) બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.
(૫) અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.
(૬) છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ.
(૭) ડેન્યુકુ નો મચ્છનર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્યા ન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા.