બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં છે, જ્યાં બાંગ્લાદેશના ક્રિકેટર તૌહીદ હૃદય પર ચાર મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 24 વર્ષીય ખેલાડીએ બાંગ્લાદેશ માટે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં અત્યાર સુધીમાં 67 મેચ રમી છે અને હાલમાં તે બાસુંધરા ઢાકા પ્રીમિયર ડિવિઝન ક્રિકેટ લીગમાં મોહમ્મદન સ્પોર્ટિંગ ક્લબનું નેતૃત્વ કરી રહ્યો છે.
હૃદય પર ફટકારવામાં આવ્યો દંડ
હૃદય પર શરૂઆતમાં એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ બાંગ્લાદેશના અનુભવી ખેલાડી તમિમ ઈકબાલ સહિત અનેક ખેલાડીઓએ પ્રતિબંધ સામે અવાજ ઉઠાવ્યા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો.
DPDCL 2024-25 ના નિયમો મુજબ મેચ રેફરી અખ્તર અહેમદે તેમને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને તેમના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેર્યો છે.
હૃદય પર અમ્પાયરની વાત ન સાંભળવાનો હતો આરોપ
મેદાન પરના અમ્પાયર મોનીરુઝમાન ટિંકુ અને અલી અરમાન રાજોન, થર્ડ અમ્પાયર મુહમ્મદ કમરુઝમાન અને ચોથા અમ્પાયર એટીએમ ઈકરામ દ્વારા મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણય પર અસંમતિ દર્શાવવાનો તેના પર આરોપ મૂકવામાં આવ્યો હતો. બીસીબીએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “હૃદયે આરોપનો ઈનકાર કર્યો છે અને સંપૂર્ણ શિસ્ત સુનાવણીમાં તેનો વિરોધ કરવાનું પસંદ કર્યું છે.” પરંતુ આ પછી પણ તે અમ્પાયરોના ડ્રેસિંગ રૂમમાં નિર્ધારિત સુનાવણીમાં હાજર રહેવામાં નિષ્ફળ ગયો.
બાંગ્લાદેશના આ બેટ્સમેનને બીસીબી આચારસંહિતાના કલમ 2.8 હેઠળ લેવલ 1 ના ગુનાનો દોષી ઠેરવવામાં આવ્યો છે, જે મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણય પર અસંમતિ દર્શાવવાથી સંબંધિત છે. લેવલ 1 ના ગુનામાં ઓછામાં ઓછી ચેતવણી અને મહત્તમ 40,000 રૂપિયાનો દંડ અથવા એક કે બે ડીમેરિટ પોઈન્ટની જોગવાઈ છે.