- રંગીન કોન્ટેક્ટ લેન્સ આંખો માટે ખતરનાક સાબિત થઈ શકે
- રંગીન કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતા સમયે શું ધ્યાન રાખવું
- લાંબા સમય સુધી લેન્સ પહેરવાથી આંખોની દ્રષ્ટિ નબળી થઈ શકે
આજકાલ લોકો ફેશનેબલ અને સ્ટાઇલિશ દેખાવા માટે વિવિધ ટ્રેન્ડ ફોલો કરે છે. તેમના કપડાની જેમ તેઓ તેમની આંખોની સુંદરતા વધારવા માટે રંગીન કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે. જોકે લુક્સના ચક્કરમાં તમારી આંખોની હેલ્થની અવગણના કરવી જોખમી બની શકે છે. તાજેતરમાં જ જાસ્મિન ભસીનને રંગીન કોન્ટેક્ટ લેન્સ પહેરવાને કારણે આંખની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના જણાવે છે કે ફેશનના આ યુગમાં રંગીન કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે.
રંગીન કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખોમાં ચેપ લાગી શકે
રંગીન કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખોમાં બેક્ટેરિયા અને ફંગલનો ચેપનો ખતરો વધી શકે છે. જો લેન્સ સાફ નહીં હોય અથવા વ્યવસ્થિત રીતે નહીં પહેરેલ હોય તો ચેપ લાગવાનું કારણ બની શકે છે. ગંદા લેન્સ અથવા વ્યવસ્થિત રીતે ન પહેરેલા લેન્સથી આંખોમાં જ્વલન, ખજવાર અને લાલાશ થઈ શકે છે. લાંબા સમય સુધી લેન્સ પહેરવાથી આંખોની દ્રષ્ટિ નબળી થઈ શકે છે અને ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. જેમ કે કોર્નિયામાં ઈજા થવી. એટલા માટે લેન્સનો ઉપયોગ લાંબા સમય સુધી ન કરવો જોઈએ
આંખોમાં જ્વલન અને ખંજવાળ આવવી
ઘણી વખત લેન્સ પહેર્યા પછી આંખોમાં જ્વલન,ખંજવાળ અને લાલાશ થઈ શકે છે. આ લેન્સની ખરાબ ક્વૉલિટી અથવા સારી રીતે સફાઈ ન થવાના કારણે થઈ શકે છે. થોડી બેદરકારી તમારી આંખો માટે મોટી સમસ્યા બની શકે છે. તેથી સાવચેત રહો અને તમારી આંખોને સુરક્ષિત રાખો.
દ્રષ્ટિ ગુમાવવી
લાંબા સમય સુધી લેન્સ પહેરવાથી આંખોની દ્રષ્ટિને ખરાબ અસર પડી શકે છે. આનાથી આંખોમાં શુષ્કતા અને અસ્પષ્ટતા આવી શકે છે. એટલા માટે લેન્સને યોગ્ય રીતે અને સુરક્ષિત ઉપયોગ કરવો ખુબ જ જરૂરી છે, જેથી તમારી આંખો સુરક્ષિત રહે.
આંખોમાં ગંભીર બિમારીઓ
રંગીન કોન્ટેક્ટ લેન્સનો નિયમિત અને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી કોર્નિયા પર ઈજા થઈ શકે છે. જેના કારણે કોર્નિયલ અલ્સર અથવા અન્ય ગંભીર સમસ્યાઓ થઈ શકે છે, જેના કારણે આંખોની રોશની કાયમી જાય શકે છે.
શું ધ્યાન રાખવું જોઈએ
સારી ક્વૉલિટીના લેન્સ પસંદ કરોઃ હંમેશા સારી ક્વૉલિટીના અને બ્રાન્ડેડ લેન્સનો જ ઉપયોગ કરો. સસ્તા લેન્સ તમારી આંખો માટે વધુ નુકસાનદાયક થઈ શકે છે.
સાફ-સફાઈનું ધ્યાન રાખોઃ લેન્સ પહેરતા પહેલા અને ઉતાર્યા પછી હંમેશા હાથ સારી રીતે ધોવા. લેન્સને સાફ અને સૂકા કેસમાં જ રાખો.
દરરોજ બ્રેક લોઃ લાંબા સમય સુધી લેન્સ પહેરવાથી બચો. ક્યારેક-ક્યારેક લેન્સને ઉતારી આંખોને આરામ આપો.
આંખોની તપાસ કરાવોઃ જો તમે નિયમિત રીતે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોદ કરો છો તો આંખોની તપાસ નિયમિત રીતે કરાવતા રહો. કોઈપણ સમસ્યાનો તાત્કાલિક ઈલાજ કરાવો.