હાલ ચાલી રહેલ ક્રિકેટ વર્લ્ડ કપના ગઈકાલે રમાયેલ ભારત – ઈંગ્લેન્ડ ક્રિકેટ મેચ પર વેરાવળમાં ક્રિકેટનો સટ્ટો રમી રહેલા (1) અશલમ ઇસ્માઇલ શમા, (2) સરફરાજ આમદ મલેક, (3) સમીર જીતેન્દ્ર પરમાર ત્રણેય રહે.વેરાવળ વાળાઓને LCB ના પીઆઈ એ.બી.જાડેજાની સુચનાથી સ્ટાફે દરોડો પાડીને હારજીત અને સેસનમાં ઓવર તથા રન ફેરનો ક્રીકેટ સટ્ટો રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. આ ત્રણેય સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. LCB ની કાર્યવાહીના પગલે સટ્ટો રમતા અને રમાડતા બુકીઓમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે.