- ઋષિ સુનકે ટ્રાન્સજેન્ડર લોકો પર ટિપ્પણી કરી
- લોકો તેમની ઈચ્છા પ્રમાણે કોઈપણ લિંગના ન હોય શકે:સુનક
- સુનકની ટિપ્પણી પર લોકોએ નારાજગી વ્યક્ત કરી
બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે હાલમાં ટ્રાન્સજેન્ડર લોકો પર કરેલી તેમની ટિપ્પણીથી સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. 4 ઓક્ટોબરે 2023 કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સમાં પોતાના સમાપન ભાષણ દરમિયાન તેમણે લિંગ ચર્ચા પર પોતાનું વલણ શેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘પુરુષ માત્ર એક પુરુષ છે અને એક મહિલા માત્ર મહિલા છે.
તેમણે સંબોધનમાં કહ્યું હતું કે, ‘આપણે એવું ન માનવું જોઈએ કે લોકો તેમની ઈચ્છા પ્રમાણે કોઈપણ લિંગના હોય શકે. એક પુરૂષ- પુરૂષ છે અને એક મહિલા-મહિલા છે તે સામાન્ય જ્ઞાનની વાત છે.
‘આપણે આ દેશને બદલવાના છીએ’
સુનકે કહ્યું હતું કે, ‘આપણે આ દેશને બદલવા જઈ રહ્યા છીએ અને તેનો અર્થ જીવન એટલે જીવન. આ એક વિવાદાસ્પદ પરિસ્થિતિ ન હોવી જોઈએ. મોટાભાગના મહેનતુ લોકો આ સાથે સહમત છે. માતાપિતા માટે તેમના બાળકો સંબંધો વિશે શાળામાં શું શીખી રહ્યાં છે તે જાણવું પણ વિવાદાસ્પદ હોવું જોઈએ નહીં. દર્દીઓએ જાણવું જોઈએ કે હોસ્પિટલો ક્યારે પુરુષો અથવા સ્ત્રીઓ વિશે વાત કરે છે
સુનકની ટિપ્પણી પર જુદા જુદા મંતવ્યો
કેટલાક લોકોએ સુનકની ટિપ્પણીને સમર્થન આપ્યું હતું પરંતુ ઘણા લોકોએ તેના પર નારાજગી વ્યક્ત કરી હતી અને તેને ટ્રાન્સજેન્ડર સમુદાય પ્રત્યેની ‘અપમાનજનક’ ટિપ્પણી ગણાવી હતી. કેટલાક લોકોએ સુનકની મજાક ઉડાવતા કહ્યું હતું કે તેની ટિપ્પણીઓ ‘કોમન સેન્સ’થી દૂર છે. એક યુઝરે કહ્યું હતું કે, ‘માત્ર નાનામાં જ નહીં પરંતુ સૌથી વધુ જોખમ ધરાવતા સમુદાયોમાંથી એક પર સતત હુમલા ઘૃણાજનક છે.’ બીજા એક વ્યક્તિએ કહ્યું હતું કે, હું ગણિતના મહત્વ વિશે વાત કરતા સુનકથી ખૂબ કંટાળી ગયો છું તેમ છતાં તેમનું બાયોલોજીનું જ્ઞાન ઘણું નબળું છે.
આરોગ્ય સચિવની ટિપ્પણી બાદ સુનકની ટિપ્પણી
આરોગ્ય સચિવ સ્ટીવ બાર્કલેએ 3 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડમાં મહિલા હોસ્પિટલના વોર્ડમાં ટ્રાન્સજેન્ડર મહિલાઓની સારવાર પર પ્રતિબંધ મૂકવાની યોજનાની દરખાસ્ત કર્યા પછી સુનકની ટિપ્પણીઓ આવી છે. અહેવાલ અનુસાર, સ્વાસ્થ્ય સચિવે પણ પુષ્ટિ કરી છે કે મહિલાઓના સ્વાસ્થ્ય સાથે કામ કરતી વખતે લિંગ-વિશિષ્ટ ભાષાનો ઉપયોગ કરવામાં આવશે. આ દરખાસ્તે મધ્યમ ટોરી સાંસદોની તીવ્ર પ્રતિક્રિયાઆપી હતી. જેમને LGBTQ+ લોકોને ટાર્ગેટ કરવામાં આવશે એવો ડર છે.