છેલ્લા કેટલા દિવસથી કેનેડાનું રાજકાર ગરમાયું છે. કેનેડાના PM જસ્ટિન ટ્રુડો સાથેના સંઘર્ષને કારણે સોમવારે દેશના નાયબ વડાપ્રધાન અને નાણાં મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ટ્રમ્પના સંભવિત ટેરિફ અંગે બંને વચ્ચે મતભેદ હતા. જ્યારે તેઓ સંસદમાં બજેટ રજૂ કરવાના હતા તે જ દિવસે તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
કેનેડાના નાણાં મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે પદ પરથી રાજીનામું
અત્યારે કેનેડા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી ટીકા થઈ રહી છે. તેઓ પોતાની સરકારમાં પણ પોતાના દેશમાં ટીકાનો સામનો કરી રહ્યા છે. નાણામંત્રીના રાજીનામાને તેમના માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. હવે ટ્રુડોની કેબિનેટ તેમના પર રાજીનામું આપવા દબાણ કરી રહી છે. ટ્રુડો સાથેના સંઘર્ષને કારણે દેશના નાયબ વડા પ્રધાન અને નાણાં પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે સોમવારે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ટ્રમ્પના સંભવિત ટેરિફ અંગે બંને વચ્ચે મતભેદ હતા. જ્યારે તેઓ સંસદમાં બજેટ રજૂ કરવાના હતા તે જ દિવસે તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
ક્રિસ્ટિયા ફ્રીલેન્ડના રાજીનામા બાદ ટ્રુડોને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિરોધ પક્ષોએ તેમના રાજીનામાની માંગ કરી છે. NDP નેતા જગમીત સિંહ, જેઓ એક સમયે ટ્રુડોની સરકારના સાથી હતા, તેમણે પણ તેમને પદ છોડવા માટે કહ્યું છે.
ટ્રુડોના સાથી અને વિપક્ષ બંને તેમના રાજીનામાની માગ કરી
જગમીત સિંહે કહ્યું કે આજે હું ટ્રુડોના રાજીનામાની માંગ કરી રહ્યો છું. હવે તેમને જવું પડશે. કેનેડિયનો મોંઘવારીથી પરેશાન છે. ટ્રમ્પે 25 ટકા ટેરિફ લાદવાની વાત કરી છે. આ બધાની વચ્ચે લિબરલ પાર્ટી કેનેડાના લોકો માટે લડવાને બદલે પોતાની વચ્ચે લડી રહી છે. જે દિવસે તેઓ બજેટ રજૂ કરવાના હતા તે દિવસે નાણામંત્રીએ પદ છોડ્યું હતું. આ પછી ઉદ્યોગ મંત્રીને આ કામ સોંપવામાં આવ્યું હતું. તેણે પણ આ જવાબદારી લીધી ન હતી. હવે ટ્રુડોએ પોતે સંસદમાં બજેટ પસાર કરાવવું જોઈએ.
કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પોલિવિયરે સંસદમાંથી વડાપ્રધાન ટ્રુડો પર સીધું નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ટ્રુડોનો હવે પોતાની સરકાર પર અંકુશ નથી, તેથી તેમણે હવે પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. તેઓ સત્તામાં રહેવા માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે. આ દેશને નબળો પડતો જોવો દુર્ભાગ્યપૂર્ણ છે. આ પહેલા સોમવારે ટ્રુડોને કોકસની બેઠકમાં પણ ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વિપક્ષે વહેલી તકે ચૂંટણી કરાવવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે તેમની લિબરલ પાર્ટીની સરકાર હાઉસ ઓફ કોમન્સમાં 153 સીટો સાથે લઘુમતીમાં છે. જેમાંથી 60 સાંસદો ઈચ્છે છે કે ટ્રુડો પદ પરથી રાજીનામું આપે